Indian Navyએ Tradesman Mate Recruitment 2019 અંતર્ગત 554 પદ પરની ખાલી જગ્યા ભરવા માટે ભરતી જાહેર કરી છે. જે માટેની અરજી પ્રક્રિયા આગામી 2 માર્ચથી શરૂ થશે. આ પદ માટે અરજી નેવીની વેબસાઈટ joinindiannavy.gov.in પરથી કરી શકાય છે. આ પદ માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 માર્ચ છે. આ પદ માટે પહેલા સ્ક્રિનિંગનું આયોજન કરાયું છે. ત્યાર બાદ હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં લેખિત પરીક્ષા આપવાની રહેશે.
ટૂંક સમયમાં જાહેર થશે પરીક્ષાની તારીખ
હાલમાં નેવીએ આ પરીક્ષાની કોઈ પ્રકારની તારીખ જાહેર કરી નથી. ટૂંક જ સમયમાં આ પરીક્ષાની તારીખ તથા સમય જાહેર કરવામાં આવશે. ત્યાર બાદ શોર્ટલીસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. આ પદ માટે માત્ર ઓનલાઈન પ્રક્રિયાથી અરજી કરી શકાશે. આ પરીક્ષા ગ્રૂપ સી માટે લેવામાં આવશે. આ ઉપરાંત પાસ થયેલા ઉમેદવારોનું ભારતમાં ગમે ત્યાં નવલ યુનિટમાં પોસ્ટિંગ થઈ શકે છે. જે રીતે જે યુનિટને જરૂરિયાત હશે તે પ્રમાણે પોસ્ટિંગ અપાશે.
આ રીતે ભરી શકો છો ફોર્મ
– નેવીની વેબસાઈટ joinindiannavy.gov.in પર જાવ
– અહીં હોમપેજ પર Join navy ટેબ પર ક્લિક કરો
-Way to join પર ટેબ કરો અને Civilian ટેબ કરી Tradesman Mate પર ક્લિક કરો
– અહીં પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે ત્યાર બાદ અરજી કરી શકાશે.
શૈક્ષણિક લાયકાત
આ પદ માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધો.10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત ઉંમર વર્ષ 18થી 25ની વચ્ચે હોવી જરૂરી છે. લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવામાં આવશે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.225 ફી પેટે ભરવાના રહેશે. જ્યારે એસસી-એસટી તથા મહિલાઓ માટે કોઈ ફી ભરવાની નથી.