આ કંપની ગુજરાત અને ચેન્નાઈમાં બંધ કરશે પોતાની ફેક્ટરી, હજારો લોકો ગુમાવશે નોકરી

લગભગ બે અબજ ડૉલરનું નુકસાન ઉઠાવ્યા પછી અમેરિકન કાર કંપની ફોર્ડની ભારતીય સહયોગી ફોર્ડ ઈન્ડિયાએ પોતાના પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફોર્ડ ઈન્ડિયાએ પોતાના સ્ટાફને આ વાતની જાણકારી આપી છે કે તેઓ ભારતમાં કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ કરવા જઇ રહી છે. ફોર્ડ ઈન્ડિયાના આ નિર્ણયથી 4000થી વધારે સ્ટાફની નોકરી જતી રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ફોર્ડ ઈન્ડિયાના ટોપ મેનેજમેન્ટે પોતાના સ્ટાફને કહ્યું કે, ફોર્ડ ફિગો, ફોર્ડ ફ્રીસ્ટાઇલ જેવા મોડલનું ઉત્પાદન બંધ કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. ફોર્ડ ઈન્ડિયાના મેનેજમેન્ટ દ્વારા આયોજિત ટાઉન હોલ કાર્યક્રમમાં આ વાતની જાહેરાત કરવામાં આવી છે.

વેચાણ ખૂબ જ નબળું
ફોર્ડ ઈન્ડિયાની ભારતમાં બિઝનેસ સફર એટલી સારી રહી નથી. પાછલા અમુક વર્ષોથી કંપની ભારતીય બજારમાં કારના વેચાણને વધારવામાં નિષ્ફળ સાબિત થઇ છે. તેની સાથે જ ફોર્ડ ઈન્ડિયાની કારોની નિકાસ પણ ઘટી છે અને નવા પ્રોડક્ટ લોન્ચ કરવામાં મોડુ થવાને લીધે ઘરેલૂ બજારમાં ફોર્જ ઈન્ડિયાની હિસ્સેદારી ઝડપથી ઘટી છે.

ભારે નુકસાનની આશંકા
ફોર્ડ ઈન્ડિયાએ હાલમાં જ કહ્યું હતું કે, ગુજરાતના સાણંદમાં કંપનીનો એન્જિન પ્લાન્ટ ચાલુ રહેશે અને ભારતના ગ્રાહકો માટે તેની સર્વિસ ચાલુ રહેશે. કંપની મર્કી ફોર્ડ મસ્તાંગ અને ફોર્ડ એંડેવરને ભારતમાં વેચવા માગતી હતી. ફોર્ડ ઈન્ડિયાનો ભારતીય બિઝનેસ બંધ કરવા પાછળ અમુક વર્ષોથી થયેલું લગભગ બે અબજ ડૉલરનું નુકસાન છે.

સૌથી પહેલા આ પ્લાન્ટ બંધ થશે
આવનારા 7 ક્વાર્ટર સુધીમાં ફોર્ડ ભારતમાં કાર બનાવતી રહેશે. કંપની પોતાના બંને પ્લાન્ટ માટે બાયર શોધી ચૂકી છે. ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં હાલમાં લગભગ 10 ટકાની ક્ષમતામાં કામ થઇ રહ્યું છે. ફોર્ડ ઈન્ડિયાનો સાણંદ પ્લાન્ટ સૌથી પહેલા બંધ થશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફોર્ડ ઈન્ડિયાનો ચેન્નાઇ પ્લાન્ટ 2022 સુધી કામ કરતો રહેશે. તેનું કારણ ગ્લોબલ ઓર્ડર પૂરુ કરવાનો અને ભારતીય કામને સમેટવાની પ્રક્રિયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો