ફટાકડાના વિસ્ફોટમાં માસુમ બાળકનું દર્દનાક મોત, મિત્રોની માત્ર એક ભૂલ જિંદગી પર ભારે પડી

દિવાળીના બીજા દિવસે શુક્રવારે રાજસ્થાનના ઝુંઝુનુ (ઝુનઝુનુ) બુહાનાના બડબર ગામમાં એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં ફટાકડા ફોડતી વખતે 11 વર્ષના બાળકનું મોત થયું હતું. તે બપોરે કેટલાક બાળકો સાથે ફટાકડા ફોડી રહ્યો હતો.

આ દરમિયાન બાળકોએ ફટાકડા સ્ટીલના ગ્લાસમાં રાખ્યા હતા. આગ લાગતાની સાથે જ ફટાકડાની સાથે ગ્લાસ પણ ફાટી ગયો હતો. બાળકોએ જણાવ્યું કે બ્લાસ્ટ બાદ ગ્લાસનો એક ભાગ પાસે ઉભેલા લક્ષ્ય યાદવ (11 વર્ષ)ની છાતીમાં હૃદયમાં ઘુસી ગયો હતો. તે સ્થળ પર જ લોહીલુહાણ થઇ પડી ગયો અને પીડાવા લાગ્યો. ચીસો પડતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ બાળકને લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું. તબીબોના જણાવ્યા અનુસાર, સ્ટીલનો ટુકડો હૃદયમાં ઘૂસી જવાને કારણે અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જવાને કારણે બાળકનું મૃત્યુ થયું હતું. પરિવારે આ અંગે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો