જેતપુરમાં રાજ્યના સૌપ્રથમ અત્યાધુનિક લેઉવા પટેલ સમાજનો ભવ્ય લોકાર્પણ સમારોહ.. 

જેતપુરમાં ધોરાજી રોડ ઉપર પુરા ગુજરાતમાં સૌથી વિશાળ અને તેમજ આધુનિક સુવિધા જનક લેઉવા પટેલ સમાજ બની ચુક્યો છે ત્યારે તેનો લોકાર્પણ કાર્યક્રમ તા. 19 અને રવિવારે 50 હજાર જનમેદની વચ્ચે યોજાશે.

ધોરાજી રોડ ઉપર લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત સ્વ. સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ. જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ વિશાળ સમાજ બન્યો ત્યારે પુરા ગુજરાતમાં સૌપ્રથમ જેતપુરમાં અત્યાધુનિક સુવિધા જનક વિઠ્ઠલભાઈ રાદડિયા ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. લેઉવા પટેલ સમાજના નાનામાં નાના લોકોને પોતાના દિકરી-દિકરાના પ્રસંગોમાં સારી ભૌતિક સુવિધા પ્રાપ્ત થઈ શકે તેવા આશયથી આધુનિક પાર્ટી પ્લોટનુ નિર્માણ 33 કરોડ રૂપિયા ના ખર્ચે કરવામાં આવ્યું છે..

લેઉવા પટેલ સમાજની અંદર સુવિધાઓ.

લેઉવા પટેલ સમાજમાં 1,60,000 ચો. વાર જગ્યામાં ત્રણ માળના અધ્યતન બિલ્ડીંગમાં 2 હોલ, ડાઇનિંગ હોલ, મેરેજ હોલ, વરવધુ તેમજ મહેમાનો માટે સુવિધાજનક 32 રૂમ, મેરેજ નું સ્ટેજ, ફુવારા – ડેકોરેશન – બગીચાની સુંદરતા વધારતુ ફોટોઝોન, ફુલ વાહન પાર્કિંગ, ચિલ્ડ્રન પ્લે એરીયા રાત્રી તેમજ દિવસે લગ્ન માણી સકાય તેવી બેઠક વ્યવસ્થાની ગોઠવણી આબેહૂબ કરવામાં આવી છે..

ટ્રસ્ટી જયેશભાઈ રાદડિયા એ જણાવ્યું કે તા. 19 ના રોજ બપોરે 3 વાગ્યે વિઠ્ઠલભાઈ રાદડિયાની આગેવાની માં લોકાર્પણ સમારોહના અધ્યક્ષ વસંતભાઈ ગજેરા તેમજ સમાજનુ લોકાર્પણ નરેશભાઈ પટેલના હસ્તક, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અનાવરણ વિધી પરેશભાઈ ગજેરાના હસ્તે, લગ્ન હોલના ઉદ્ધાટક રાજુભાઈ હિરપરા, ભોજનાલય નુ ઉદ્ધાટન વિરજીભાઈ વેકરીયાના હસ્તે કરાશે..

આ સમારોહમાં અડધા લાખથી વધુ પટેલ સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહેવાના છે ત્યારે 25000 હજારથી વધુ કંકોતરી અલગ અલગ એરીયા માં તેમજ દરેક ગામડામાં સ્વયંસેવક દ્વારા વિતરણ કરવામાં આવી છે. આ સમારોહ ધોરાજી રોડ ઉપર લેઉવા પટેલ સમાજની બાજુના મેદાનમાં યોજાશે..

લેઉવા પટેલ સમાજ વિઠ્ઠલભાઈ રાદડિયા નું ઋણ ક્યારેય નહીં ભૂલે.
વિઠ્ઠલભાઇ રાદડિયા ને અમારા વંદન છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રસંગો