જય જવાન જય કિસાન. મોટા વડાળા ગામ નું ગૌરવ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના રહેવાસી જસમતભાઈ સવાભાઈ ના પુત્ર જયેશભાઈ જસમતભાઇ વસોયા ભારતીય થલસેના એટલે કે ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ સુધી માં ભોમની સેવા કરીને તારીખ 30 એપ્રિલ 2019 ના રોજ સેવા નિવૃત થયા.
જયેશભાઈ જસમતભાઇ વસોયા એ જય જવાન જય કિસાન નું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તારીખ 8 મે 2019 ના રોજ મોટા વડાળા માં તેમનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું..
જયેશ ભાઈ વસોયા એ પોતાના 17 વર્ષ દરમિયાન જામનગર, સિયાચીન, પંજાબ, પઠાણકોટ, આસામ, કશ્મીર, અરુણાચલ પ્રદેશ, ચાઇના બોર્ડર, પુના અને ગોદાવરી માં રહીને ભારતની સરહદોનું રક્ષણ નું કાર્ય પૂર્ણ નિષ્ઠાપૂર્વક કરેલ છે ત્યારે સમગ્ર મોટા વડાળા ગામ પરિવાર તરફથી તેઓને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.