‘હવે બીજા પુત્રને મોકલીશ, પણ પાક.ને જડબાતોડ જવાબ આપો’: શહીદ જવાનનાં પિતા

“હું મારો એક પુત્ર તો ખોઇ ચૂક્યો છું, બીજાને પણ હું માતૃભૂમિને ખાતર મરી મીટવા માટે મોકલીશ પરંતુ પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળવો જોઇએ.” આ શબ્દ છે તે પિતાનાં કે જેઓએ પોતાનો નવયુવાન પુત્ર ગુરૂવારનાં રોજ પુલવામામાં થયેલ આતંકી હુમલામાં ખોઇ બેસેલ છે.

ઉલ્લેખનીય છે કે ગઇ કાલનાં રોજ જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં થયેલ આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફનાં 38 જવાનો શહીદ થઇ ગયાં છે. આ દરેક જવાન દેશનાં અલગ-અલગ વિસ્તારોમાંથી સૈન્યદળમાં શામેલ થઇને દેશની સેવા કરી રહ્યાં હતાં.

કોઇ પોતાનાં પરિવારને બે દિવસ પહેલાં જ મળીને પરત ગયા હતાં તો કોઇ તે સમયે પોતાની પત્ની સાથે ફોન પર વાત કરીને પરીવારને મળવા માટેની ઇચ્છા વ્યક્ત કરી રહ્યાં હતાં કે અચાનક જ જોરદાર બ્લાસ્ટ થતાંની સાથે જ બધું ખતમ થઇ ગયું અને 38 જવાનો શહીદ થઇ ગયાં.

પોતાનો પુત્ર શહીદ થયો હોવાનાં સમાચાર સાંભળતા જ પરિવારનાં તમામ સભ્યોનાં આંસુ સમાતા ન હોતાં. તેઓને પોતાનાં વીર જવાન પુત્ર પર ગર્વ તો છે પરંતુ સાથે સાથે તેઓનાં પુત્રએ દેશ માટે જે કુરબાની આપી છે પરંતુ સાથે સાથે ગુસ્સો પણ છે. ગુસ્સો તે દેશને માટે છે કે જેને નફરતને નામ પર આતંકનાં બીજ રોપ્યાં અને જવાનો પર કાયરતાપૂર્વક હુમલો કર્યો.

જમ્મુ-કશ્મીરનાં પુલવામામાં આતંકી હુમલામાં વારાણસીનાં લાલ રમેશ યાદવ પણ શહીદ થઇ ગયાં. ઘટનાનાં થોડાંક જ સમય પહેલાં રમેશે પત્ની રેનુ અને પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, અમે જમ્મુ કેમ્પથી શ્રીનગર જઇ રહીએ છીએ અને ત્યાં પહોંચીને પછી આપણે વાત કરીશું. બાદમાં ઘણાં સમય સુધી વીર પુત્રનો ફોન ના આવતા રેનુએ ખુદ તેઓને ફોન લગાવ્યો પરંતુ ફોન લાગ્યો જ નહીં.

શહીદ રમેશ યાદવનો પરિવારઃ

રાત્રીનાં આઠ કલાકે CRPF હેડ ક્વાર્ટરથી તેઓ શહીદ થયાં હોવાંના સમાચાર મળતા જ પૂરા પરિવારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. તેઓનાં પિતા શ્યામ નારાયણ યાદવની તો રોઇ-રોઇને હાલત ખરાબ થઇ ગઇ હતી. શ્યામ નારાયણ યાદવે કહ્યું કે, તેઓનો કમાનાર દીકરો શહીદ થઇ ગયો, હવે ઘર કેવી રીતે ચાલશે.

પુલવામા આતંકી હુમલામાં પંજાબનાં મોગાનાં રહેનાર જવાન જયમાલસિંહ પણ શહીદ થયાં છે. એવું જણાવવામાં આવી રહેલ છે કે જે બસ પર હુમલો થયો તે બસ જયમાલસિંહ જ ચલાવી રહ્યાં હતાં. જેવો કાફલો પુલવામા પહોંચ્યો કે તુરંત એક કાર બોમ્બ તેઓની બસ સાથે ટકરાઇ અને જોરદાર બ્લાસ્ટમાં બસ અને કારનાં ફુરચેફુરચાં ઉડી ગયાં. જયમાલસિંહની શહીદીની જાણ થતાં જ તેઓનાં પરિવારમાં શોકનો માહોલ ફેલાઇ ગયો.

શહીદ જયમાલસિંહનો પરિવારઃ

બે દિવસ પહેલાં જ પરત ગયાં હતાં પ્રદીપઃ

પુલવામામાં તૈનાત શામલીનાં પ્રદીપ બનત ગામનાં રહેનારા હતાં. તેઓની શહીદીની ખબરે પૂરા પરિવારને હલબલાવી મૂક્યાં. ઘર ઉપરાંત પૂરા ગામમાં ભારે કોહરામ મચી ગયો. કોઇને પણ વિશ્વાસ ન હોતો કે જવાન પ્રદીપ હવે ક્યારેય પરત નહીં આવે. ગામનાં લોકોએ જણાવ્યું કે, પ્રદીપ પોતાનાં પિતરાઇ ભાઇનાં લગ્નમાં શામેલ થવા માટે ઘરે પણ આવ્યાં હતાં. તેઓ બે દિવસ પહેલાં જ ડ્યૂટી પર પરત ગયાં હતાં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો