જસદણમાં રહસ્યમય આપઘાતની ઘટના સામે આવી છે. જ્યાં ગંગાભુવન વિસ્તારમાં રહેતાં મૂળ સાજડીયાળી ગામના અને છૂટક ફોટોગ્રાફીનો વ્યવસાય કરતાં અશોકભાઈ રવજીભાઈ ઢોલરીયાએ રડતા રડતા વીડિયો બનાવી ‘બેટા કોઈ પાસેથી કંઈ લેતી નહીં’ કહી લાપતા થયા હતા. જેની આજે 3 દિવસ બાદ સ્યુસાઈડ નોટ સાથે લાશ મળતા ચકચાર મચી જવા પામ્યો છે.
યોગેન ભૂવાએ છેતરપિંડી કરી
અશોકભાઈની આટકોટ રોડ પરની SPS સ્કૂલ પાસે લાશ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે અશોકભાઈ ગત તા.17થી લાપતા હતાં. આ અંગે તેમનાં પરિવારજનોએ ગુમથાયની ફરિયાદ દાખલ કરેલ હતી. અશોકભાઈની લાશ મળી આવતા આજે ઢોલરીયા પરિવારમાં આભ ફાટી પડ્યું હતું અને તેમની એક માત્ર નવ વર્ષની પુત્રી પિતા વિહોણી થઈ ગઈ હતી. અશોક ઢોલરિયાએ વીડિયો ઉતારી પોતાની વ્યથા રજૂ કરી હતી યોગેન ભૂવા નામના વ્યક્તિએ છેતરપિંડી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
રાજકોટમાં લાખો રૂપિયા પરત ન આવતા આધેડે આત્મહત્યા કરી, મરતા પહેલાનો વીડિયો વાયરલ pic.twitter.com/0wYT6G1qty
— News18Gujarati (@News18Guj) January 20, 2022
મૃતક અશોક ઢોલરીયા પાસેથી યોગેન ભૂવાએ થોડા થોડા કરી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા બીજી તરફ મૃતકના નામે ફોરવીલર કાર પણ હપ્તેથી લઈને હપ્તા ન ભરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો અલગ અલગ કરીને ક્રેડિટ કાર્ડથી પૈસા પણ ઉપાડ્યા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે યોગેન ભુવાના નામના યુવક ત્રણ મહિના થી ફોન ન ઉપાડતા હોવાથી આપઘાત કર્યો હોવાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતે આટકોટ પોલીસ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ત્યારે સમગ્ર મામલે જસદણ પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. તો સાથે જ મૃતકે આત્મહત્યા કર્યા પહેલા જે વીડિયો બનાવ્યા છે તેમજ સુસાઇડ નોટ લખી છે તેમાં કેટલું તથ્ય છે તે બાબતે મૃતકના પરિવારજનો તેમજ જે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમના નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..