વાંસદામાં કુદરતી સૌંદર્યથી ભરપુર જાનકી વન દિવાળીમાં લોકો માટે બન્યું પ્રવાસન ધામ

દિવાળી વેકેશન એટલે ધાર્મિકતાની સાથે હરવા ફરવા અને ટહેલવાના દિવસો. નવસારી જિલ્લાના વાંસદા ખાતે કુદરતી સૌદર્યમા બનેલુ જાનકી વન સહેલાણીઓનું પ્રવાસન ધામ બન્યું છે. રજાના દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકો ઉમટી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વડીલોને માટે મનોરંજનનું સ્થળ બનતા સેહલાણીઓ ઉમટી રહ્યાં છે.

શહેરી વિસ્તારથી દૂર જાનકી વન

જંગલોનું નીકંદન નીકળી રહ્યું છે. વધતાં જતા ગામડાઓના શેહરીકરણના કારણે વન અદ્રશ્ય બનતા ગુજરાત વન વિભાગે બનાવેલા અને વિકસાવેલા વન લોકો માટે નવલું નજરાણું બની રહે છે. ગુજરાત સરકાર દ્વારા જંગલોના વિકાસ અને પર્યટન સ્થળો વિકસાવવાના આશય સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભિનાર ગામે બનેલું જાનકી વન લોકો માટે પ્રવાસન ધામ બની ગયું છે. નવસારી જિલ્લામા પર્યટન સ્થળો વિકસાવવાની શરૂઆત કરી છે જેમા વેકેશનમાં હરીફરી શકાય એવા શહેરી વિસ્તારોથી દુર જાનકી વન આકાર પામ્યુ છે.

વન વિભાગ દ્વારા પાંચ કરોડના ખર્ચે વિકસાવાયેલા જાનકી વનમાં નથી લેવાતી કોઈ ફી

પ્રવાસીઓ પાસેથી નથી વસૂલાતો ચાર્જ

પાંચ કરોડથી વધુના ખર્ચે રાજ્યસરકારે બનાવેલું જાનકીવન દક્ષિણ ગુજરાતના લોકો માટે નવલું નજરાણુ બની રહ્યુ છે. જાનકી વનમાં હરવા ફરવા માટે કોઈ ચાર્જ વસુલવામા આવતો નથી. દિવાળી વેકેશન દરમ્યાન આજ સુધી દસ હજારથી વધુ પ્રવાસીઓ જાનકીવનની મુલાકાત લઈ ચુક્યા છે.

જાનકી વનમાં હરવા ફરવા માટે કોઈ ચાર્જ વસુલવામા આવતો નથી

રજાના દિવસોમાં ટહેલવાનું ધામ

દિવાળી કે ઊનાળુ વેકેશનમા લોકો પ્રવાસન સ્થળો શોધતા હોય છે જેમાં કુદરતી વનરાજી અને કુદરતી સૌંદર્ય શહેરની ભીડભાડની કંટાળાજનક દુનિયાથી મુકિ્ત આપવાની સાથે માનસિક શાંતિ આપતુ હોય છે.જાનકી વન કુદરતી સૌંદર્યથી ભરપુર હોવાના કારણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જેમાં સમગ્ર દક્ષિણગુજરાતના લોકો માટે તો રજાના દિવસોમા ટહેલવાનુ સ્થળ બની ગયુ છે.

વેકેશન દરમ્યાન આજ સુધી દસ હજારથી વધુ પ્રવાસીઓ જાનકીવનની મુલાકાત લઈ ચુક્યા

સહેલાણીઓ માટે પ્રવાસન ધામ

રાજ્ય સરકારે ગુજરાતમાં વનો બનાવી હરિયાળી ક્રાંતિ કરી છે. જેમાં વન મહોત્સવના દિને માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નવસારી જિલ્લાને ૧૨મું વન અર્પણ કરીને લોકોમાં વન પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીને દક્ષિણ ગુજરાતનાં લોકોને હરવા ફરવાનું અનોખા ધામની ભેટ મળતા આજે જાનકી વન સહેલાણીઓ માટે આકર્ષણનું ધામ બનવા પામ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો