ગુજરાતમાં સામાન્ય કામ માટે મોટા અધિકારીઓથી માંડી નાના કર્મચારીઓ સુધી લાંચ માટે મોઢૂ ખોલતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી, ખુલ્લેઆમ લાંચ લેવાય પણ છે અને લાંચ દેવાય પણ છે. ત્યારે જામનગરમાં ACBએ છટકું ગોઠવી એક સફળ ટ્રેપ રચી નાયબ મામલતદારને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે. નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા ઝડપાયો
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જામનગર શહેરના નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યા રૂપિયા 10 હજારની લાંચ લેતો ACBના સકંજામાં આવ્યો છે. ચેતન ઉપાધ્યા શહેરમાં વેપારીઓને ફટાકડા વેચવાના લાયસન્સ માટે લાંચ પેટે રૂપિયા માંગતો હોવાની ACBને જાણ થઇ હતી. જેને લઇને ACBએ છટકુ ગોઠવી નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાને લાંચના રૂપિયા 10 હજાર લેતાં રંગેહાથ ઝડપી લીધો હતો. આ અગાઉ પણ આ લાંચિયો મામલતદાર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો હતો.
પ્રાંત અધિકારી ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો હતો
થોડા દિવસ અગાઉ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા નિહાર ભેટારિયાને ACBએ રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. પાક રક્ષણ માટે હથિયારનો પરવાનો આપવા બદલ પ્રાંત અધિકારીએ રૂપિયા ત્રણ લાખની લાંચ માગતા ગાંધીનગર ACBની ટીમે છટકું ગોઠવી અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
પટ્ટાવાળો 500ની લાંચ લેતા ઝડપાયો હતો
આ ઉપરાંત જામનગરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો કર્મચારી રૂ. 500ની લાંચ લેતાં ઝડપાયો હતો. જામનગર મહાનગરપાલિકામાંથી ફુડ લાયસન્સ મેળવવા માટે લાંચ લેવાતી હોવાની ACBને મળેલી ફરિયાદના આધારે ACBના સ્ટાફે છટકું ગોઠવી મહાનગરપાલિકાની ફુડ શાખામાંથી લાયસન્સ મેળવવા માટે રૂ. 500ની લાંચ લેતાં પટ્ટાવાળા ડાયા કરશન હુણ નામના વર્ગ-4ના કર્મચારીને રંગેહાથ ઝડપી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..