ઘરે જ બનાવો જામનગરનો પ્રખ્યાત ઘુટ્ટો બનાવો, આંગળા ચાટી-ચાટીને ખાશે ઘરના લોકો, જાણો બનાવવાની સરળ રીત

તમે અવનવી વાનગીઓ રોજને રોજ ટ્રાય કરતા હશો પરંતુ આજે અમે તમારા માટે એક તદ્દન અલગ વાનગી લઇને આવ્યા છીએ. જે તમે ઘરે બનાવી શકો છો અને ખાસ કરીને તે ગરમા ગરમ ખાવાથી તેની મજા બમણી થઇ જાય છે સાથે આપણે દરેક શાકભાજી ખાઇ શકીએ છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય જામનગરનો પ્રખ્યાત ઘુટ્ટો…

સામગ્રી

  • ૧/૪ કપ – ફોતરાવાળી મગની દાળ
  • ૧/૪ કપ – ચણાની દાળ
  • ૧ વાટકી – લીલા વટાણા
  • ૧ વાટકી – લીલા ચણા
  • ૧ વાટકી – લીલી તુવેર
  • ૧ વાટકી – લીલી ચોળી
  • ૧ વાટકી – ગુવાર
  • ૧ વાટકી – વાલોળ- પાપડી
  • ૧ વાટકી – દુધી
  • ૧ વાટકી – રીંગણા
  • ૧ વાટકી – ગાજર
  • ૧ વાટકી – કોબીજ
  • ૧ વાટકી – ટામેટા
  • ૧ વાટકી – સુધારેલી પાલક
  • ૧ વાટકી – મેથી
  • ૧ વાટકી – કાકડી
  • ૧/૨ વાટકી – ફ્લાવર
  • ૧/૨ વાટકી – બટેકા
  • ૧/૨ વાટકી – ડુંગળી
  • ૧/૨ વાટકી – લીલું લસણ
  • ૧/૪ કપ – લીલી હળદર
  • ૧.૫ ઇંચ – જેટલું આદુ
  • ૧/૩ કપ – લીલા તીખા મરચા
  • સ્વાદાનુસાર – મીઠું
  • જરૂરિયાત મુજબ – પાણી

વઘાર માટે

  • ૧ ચમચો – તેલ
  • ૧/૩ વાટકી – ઝીણી સમારેલી ડુંગળી
  • ૧/૩ વાટકી – ઝીણું સમારેલુ ટમેટું
  • ૧ ચમચી – જીરું

બનાવવાની રીત

સૌ પ્રથમ મગ અને ચણાની દાળને ૪-૫ કલાક માટે પલાળી દેવાની. તે પછી બધું શાક ધોઈ, સમારી લેવું. કુકરમાં બધું શાક અને બને પલાળેલી દાળ, મીઠું નાખી ૩-૪ સીટી કરી લેવી. હવે પછી કુકરમાં બ્લેન્ડરથી અધ્ધકચરું પીસી લેવું. પછી એક વાસણમાં તેલ લેવું. તેલ ગરમ થાય એટલે જીરું, ડુંગળી, ટમેટાનો વધાર કરવો. બરાબર ચડી જાય એટલે બાફેલ ઘુટો મિક્ષ કરી દેવો, લીંબુનો રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો. તે બાદ ઉપરથી કોથમીર વડે ગાર્નીશ કરવું. તો તૈયાર છે ગરમ ગરમ ઘુટો. ઘુટો રોટલા, માખણ, લીલી ડુંગળી, પાપડ, ગોળ જોડે સર્વ કરવો…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો