જામનગર શહેરમાં (Jamnagar news) બનેવીએ જ છરીના ઘા ઝીંકી સાળીને મોતને ઘાટ ઉતારી દેતાં (sister in law murder) ચકચાર મચી ગઇ છે. કાલાવડ નાકા બહાર આવેલી સિલ્વર સોસાયટીનો બનાવ સવારે કચરો ફેંકવા ગયેલી 35 વર્ષીય કરીમા સીપાહી પર બનેવી ફિરોઝ ઉર્ફે મુન્નાએ માથાકૂટ કરી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હાલ પોલીસે (police) આરોપીની શોધખોળ હાથ ધરી છે. (પતિ સાથે મૃતક)”
જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેણીના જ બનેવીએ કોઇ કારણસર છરી વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજયા બાદ હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હોસ્પિટલ અને સ્થળ પર દોડી જઈ ગુનો નોંધી આગળની કકાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા આરોપીની સાળી થતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ કોઈપણ કારણોસર બન્ને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હોય જે બાબતે આજે હત્યાનું રૂપ લીધું હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે હાલ તો આ હત્યાના બનાવને લઇને જામનગર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે. (આરોપી બનેવી)
આ ચકચારી હત્યાના બનાવ અંગેની વિગતો એવી છે કે, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતાં કરીમાબેન શકીલભાઈ સીપાહી (ઉ.વ.35) નામના મહિલા આજે સવારે તેના ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં તે દરમિયાન તેમના જ બનેવી ફિરોઝ ઉર્ફે મુન્નાએ કોઇ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં.
ત્યારબાદ ઘવાયેલા મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાને સારવાર આપવામાં આવે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જીવલેણ હુમલાના બનાવમાં ઘવાયેલી મહિલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી નાશી ગયેલા હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં અને પોલીસે હત્યા કયા કારણોસર નિપજાવવામાં આવી? તે અંગેની પણ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કરીમા આરોપી ફિરોઝ ઉર્ફે મુન્નાની સાળી થતી હતી.
અગાઉ મુન્નો પણ જામનગરમાં રહેતો હતો પણ બંને વચ્ચે અવારનવાર લપ થતી હોય તે શહેર છોડી બીજે રહેવા જતો રહ્યો હતો. ત્યાંથી સવારે આવી સાળી પર હુમલો કરતા તેનું મોત થયું છે. હાલ સાળીની હત્યા કરી નાસી ગયેલા બનેવીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ ચકચારી હત્યાના આ બનાવને લઇને જામનગરમાં ભારે ચકચાર મચી ગઇ છે.”
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..