રાજ્યમાં લોક રક્ષકદળની 10 હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે આ માટેની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે, જે 29મી જાન્યુઆરી સુધી ચાલશે. પરીક્ષા માટે ઉમેદવારોએ મહિનાઓ અગાઉથી પુરજોશથી શરૂ કરી દીધી હતી, અને પરીક્ષા આપવાની બાકી છે તેવા ઉમેદવારો હજુ પણ મેદાનમાં આકરો પરસેવો પાડી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડમાં અનેક યુવાનો શારીરિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જામનગરમાં આર્મીમેન દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં LRD લોક રક્ષકદળની પરીક્ષા માટે ફિઝિકલ તૈયારી કરાવવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં તૈયારી
ભીખુભાઈ ગઢવી હાલ રજા લઈને જામનગર પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે લોક રક્ષકદળની પોલીસ ભરતી માટેની તૈયારી કરી રહેલા યુવાનોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે વિશાળ પરેડ ગ્રાઉન્ડમાં ખાસ કરીને રનિંગ અને ફિઝિકલ પ્રેક્ટિસ કરી રહેલા લોકરક્ષક દળના ઉમેદવારોને આર્મીમેન ભીખુદાન ગઢવી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવીને ટ્રેનિંગ મેળવી રહ્યા છે.
જામનગરના વતની અને હાલમાં લદ્દાખ ખાતે આર્મીમાં ફરજ બજાવતા ભીખુ ગઢવી દ્વારા હાલમાં લોકરક્ષક દળની પોલીસ ભરતીના ઉમેદવારોને ગ્રાઉન્ડમાં તૈયારી કરાવી રહ્યા છે, એમને જરૂરી માર્ગદર્શન આપે છે. આર્મીમેન ભીખુભાઈ ગઢવી સ્પોર્ટ્સ સાથે પણ સંકળાયેલા છે અને તેમણે સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અનેક ખિતાબ મેળવ્યા છે. જેમાં તેમણે ભારતીય કેટેગરીમાં ટોપટેનમાં સ્થાન મેળવ્યું છે, તેમજ વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં 40થી વધારે મેડલ મેળવ્યા છે અને 200 જેટલી મેરથોનમાં પણ ભાગ લીધેલા છે.
નોકરીમાંથી રજા મૂકી ટ્રેનિંગ કરાવવા આવે છે
વિરાટ જેઠવા નામના ઉમેદવારે જણાવ્યું હતું કે, લોકરક્ષક દળની પરીક્ષામાં હાલમાં ભીખુભાઈ ગઢવી જે ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે અને ગમે ત્યારે ફિઝિકલ ભરતી આવે ત્યારે નિસ્વાર્થ ભાવે અમારી પાછળ આટલી મહેનત કરે છે. ફિઝિકલ ભરતી આવે ત્યારે 2 મહિના માટે પોતે રજા મૂકી અમને ફિઝિકલની તૈયારી કરાવા માટે આવે છે, કોઈપણ ફી વગર તેઓ પોતાની રજા મૂકી અમને બધાને ટ્રેનિંગ આપવા આવે છે. આની પહેલા 2019માં પણ પોલીસ લોકરક્ષક દળની પરીક્ષામાં ભીખુભાઈ પોતાની રજા મૂકીને જામનગર આવેલા અને પોલીસ હેડકવાર્ટરમાં ફિઝિકલ એક્ઝામની ટ્રેનિંગ આપી હતી. જવાન પોતાની ફરજ પણ બજાવે છે અને નિસ્વાર્થ ભાવે અમારા માટે બધાને ભરતીમાં પાસ થઈ જાય તેવી આશા સાથે અમને ટ્રેનિંગ કરાવવા આવે છે. તેમને ખૂબ ખૂબ વંદન છે.
ભરતીની તૈયારી કરતા જીવણભાઈ નામના ઉમેદવારે જણાવ્યું કે, અમે છેલ્લા પાંચ-છ મહિનાથી તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે રનિંગ સમય 28 અને 29 મિનિટે પાંચ કિલોમીટર પૂરું થતું અને અત્યારે ભીખુભાઈ ગઢવી જેવા સારા કોચ અને તેમની ટ્રેનિંગથી અમારો હાલ રનિંગનો સમય કોઈનો 20, 21, 23 મિનિટ થયો છે. તેઓ સખત મહેનતથી અને નિસ્વાર્થ ભાવે અમને ટ્રેનિંગ આપે છે. ખુદ ઇન્ડિયન આર્મીમાં હોવા છતાં છેલ્લા દોઢ મહિના થયા અમને સારી એવી મહેનત કરાવી રહ્યા છે, અમારું ટાઈમિંગ ઘટાડી રહ્યા છે. કોઈ સ્વાર્થ નહીં નિસ્વાર્થે એ અમને ખુદ અહીંયા પોતાની રજા મોકૂફ રાખીને સવારે પાંચ વાગ્યે ઊઠીને ગ્રાઉન્ડમાં બધાને પ્રેક્ટીસ કરાવે છે, અને અમે બધા છોકરાઓ તેમનો આભાર માનીએ છીએ.
‘ભગવાનને એ જ પ્રાર્થના કે ઉમેદવારો પરીક્ષામાં સફળ થાય’
આ વિશે વાત કરતા જવાન ભીખુભાઈ ગઢવીએ જણાવ્યું કે, હાલ લોકરક્ષક દળની પરીક્ષા આવેલી છે ત્યારે છેલ્લા દોઢ મહિના થયા હું આ લોકોને મહેનત કરાવું છું. મારી સાથેના લોકોનું શરૂઆતનું ટાઈમિંગ વધારે આવતું હતું. 30 મિનિટથી વધારે સમયમાં 5 કિલોમીટર પૂરું થતું, ત્યાર પછી એ લોકોએ મને કીધું કે અમને થોડી ટ્રેનિંગની જરૂર છે અને હું હાલ રજા ઉપર છું અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો છું. હું છેલ્લા 11 વર્ષથી સ્પોર્ટ્સમાં છું, રનિંગ મારો વિષય છે એટલા માટે મેં કહ્યું આ લોકોને હેલ્પ કરીએ.
અત્યારે આ લોકોના મહેનતના કારણે થોડુંક માર્ગદર્શન મળ્યું, તો આ લોકોનો જે ટાઇમ પહેલા વધારો હતો હવે તે 20-21 મિનિટની અંદર પુરો કરી શકે છે. હવે આ લોકોનું ભવિષ્ય ઉજળું બને તેના માટે મહેનત કરી રહ્યા છીએ. આપણે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરીએ કે એ સફળ થાય અને આવનારી પરીક્ષામાં પાસ થાય. હું છેલ્લા 11 વર્ષથી સ્પોર્ટસમાં છું, મેરેથોનમાં ત્રણ વખત, નેવીમાં મેરોથન ચેમ્પિયન છું અને આ લોકોને ટ્રેનિંગ આપવા માટે હું આવ્યો છું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..