જામકંડોરણા તાલુકાની ખોડલધામ સમિતિ દ્વારા વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે પદયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામકંડોરણાથી કાગવડ (ખોડલધામ) સુધી 36 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રામાં જયેશ રાદડિયા અને ગોવિંદભાઈ રાણપરિયા સહિતના લોકોએ ભાગ લીધો હતો.
કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પદયાત્રામાં જોડાયા
વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ઘાયુષ્ય માટે યોજાયેલી પદયાત્રામાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પગપાળા ખોડલધામ મંદિર પહોચ્યાં હતા. આ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલના પુત્ર શીવરાજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. વિઠ્ઠલભાઈની તબિયતમાં જલ્દી સુધારો આવે તેવી પ્રાર્થના સાથે આ પદયાત્રા યોજાઈ હતી. 36 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિઠ્ઠલભાઈ માટે ખોડધામ મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ સાથે જ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા મા ખોડલને ધ્વજા પણ ચઢાવવામાં આવી હતી.