રાજકોટ જિલ્લાના જામકંડોણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયક કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલે ડાયરામાં લોકગીતની રમઝટ બોલાવી હતી. આ સમયે કલાકારો અને લોકોએ મંત્રી જયેશ રાદડિયા અને તેના ભાઈ લલિત રાદડિયા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ સાથે જ જયેશ રાદડિયાએ પણ કલાકારો પર મન મુકીને રૂપિયાનો વરસાદ કર્યો હતો.
ગૌશાળામાં રૂપિયા વપરાશે
1.લોક ડાયરામાં જે રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે. તે તમામ રૂપિયા ગૌશાળામાં વાપરવામાં આવશે. આ સાથે જ કિર્તીદાન ગઢવીના ‘લાડકી’ ગીત પર લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી બેટી બચાવો સંદેશને આવકાર્યો
જામકંડોરણા ખાતે સરદાર પટેલ ચોક અને છાત્રાલય ગેઈટ પાસે તેમજ બોરીયા ગામે “સરદાર વલ્લભભાઈ પટેલ”ની ભવ્ય પ્રતિમાઓની અનાવરણ વિધિ તેમજ શ્રી જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કુમાર તથા કન્યા છાત્રાલય સંચાલિત શૈક્ષણીક સંકુલોમાં અભ્યાસ કરતા બાળકોનુ વાલી સંમેલન અને તેજસ્વી બાળકોને ઈનામ વિતરણ કાર્યક્રમ તેમજ ભવ્ય કસુંબલ લોક ડાયરો.