કોરોનાના ચેપને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના તમામ પ્રશાસન દ્વારા કોઇપણ કચાસ છોડવામાં આવી રહી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઈની કામગીરી જેઓ નિભાવી રહ્યાં છે તે પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવામાં રત છે. સિવિલમાં સેવા બજાવતા 31 વર્ષીય જલ્પા ગાંધીને સાડા ત્રણ વર્ષની દીકરી છે, તેઓ કોરોના વોર્ડમાં 15 દિવસ નોકરી કરી ચૂક્યા છે અને હજી પણ તેમની ઇચ્છા કોરોના વોર્ડમાં ફરજ બજાવવાની છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
કોરોના વોર્ડમાં ફરી નોકરી કરવાની ઇચ્છા
કોરોનાની મહામારીના પગલે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને એક કે બે સપ્તાહ એમ વારા ફરથી કોરોના વોર્ડમાં મોકલવામાં આવે છે. હોસ્પિટલના આર એમ.ઓ. ડોક્ટર સંજય સોલંકીનું કહેવું છેકે, વારાફરથી તમામ સ્ટાફને અહી સેવા માટે બોલાવવામાં આવે છે એ એક પ્રક્રિયા છે. ગયા મહિને જલ્પા ગાંધીએ આ વોર્ડમાં 15 દિવસ નોકરી કરી છે. હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં અન્ય વોર્ડમાં ફરજ બજાવે છે. પરંતુ જલ્પા ગાંધી આજે પણ એમ ઇચ્છે છેકે તેમની નોકરી કોરોના વોર્ડમાં આવે.
મારી સાડા ત્રણ વર્ષની દીકરી મારા મમ્મી-પપ્પાના ઘરે રાખી છેઃ જલ્પા ગાંધી
નર્સ જલ્પા ગાંધી કહે છેકે, દર્દીઓની સેવા એ મારી મૂળ અને નૈતિક ફરજ છે. ભગવાને અમને દર્દીઓની સેવા કરવાની અમૂલ્ય તક આપી છે, જેને અમે નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ. ગયા મહિને મારી નોકરી કોરોના વોર્ડમાં આવી હતી. મારે સાડા ત્રણ વર્ષની દીકરી છે એટલે મે મારા મમ્મી-પપ્પાને ત્યાં તેને રાખી છે. જેથી તેને કોઇપણ પ્રકારનું ઇન્ફેક્શન ન લાગે. આ વોર્ડમાં નોકરી દરમિયાન અમારે હોસ્પિટલના કેમ્પસમાં હોસ્ટેલમાં જ રહેવાનું હોય છે. એટલે મારે ઘરે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
કોરોનાના દર્દીઓની સેવા મારા માટે સંતોષ મેળવવાનો સૌથી અમૂલ્ય અવસર
વોર્ડમાંથી નોકરી પૂરી થાય અને અન્ય વોર્ડમાં ફરજ બજાવો એ સમયે તમે પોતાના ઘરે જઇ શકો છો, પરંતુ મે સાવચેતીના ભાગરૂમે મારી દીકરીને મારા મમ્મી-પપ્પાને ત્યાં જ રાખી છે, જોકે કોરોનાના દર્દીઓની સેવા કરવી એ કદાચ મારા માટે સંતોષ મેળવવાનો સૌથી અમૂલ્ય અવસર છે. હતાશ થઇ ગયેલા દર્દીઓના ચહેરા પર એક સંતોષ તમે લાવી શકો તો તેનાથી મોટી કોઇ વાત જ ન હોઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..