જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર, હાપા જલારામ મંદિર દ્વારા શિયાળાની ઋતુમાં જાહેર માર્ગો પર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકો માટે હાપાના જલારામ મંદિરમાં જલારામબાપાનો આશરો સુવિધા ઉભી કરાઇ છે. ટ્રસ્ટના વાહન મારફતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં માર્ગો પર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકોને રાત્રિના સમયે હાપાના જલારામ મંદિર પરિસરમાં લઈ જવાની અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કર્યા પછી સવારે પરત મૂકી આવવાની વ્યવસ્થા કરાઇ છે.
જલારામબાપાનો આશરો નામક સુવિધાનો રવિવાર રાત્રીથી જ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જલારામ સેવા સમિતિના ટ્રસ્ટી ગણ દ્વારા વડીલ વંદના રથ ને લઈને રાત્રીના સમયે જાહેર માર્ગો પર કે જ્યાં ભિક્ષુક લોકો અથવા તો વટેમાર્ગુઓ ઠંડીમાં ઠુંઠવાતા રહે છે, જેઓને આશરો મળી રહે, તે માટે તેઓને વાહનમાં લઈ જવા માટેની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. જે ભિક્ષુકો અથવા તો અન્ય નાગરિકો ઠંડીમાં ઠુંઠવાતા હોય તેઓને રાત્રિના સમયે વાહનમાં લઈ જઈ હાપા ના જલારામ મંદિર પરિસરમાં આશરો આપી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાત્રી રોકાણ અને ગરમ વસ્ત્રો, સવારે ગરમ પાણી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી લેવામાં આવી છે. ત્યારબાદ ફરીથી સવારે તમામને ચા-નાસ્તો કરાવ્યા પછી જે સ્થળે તેઓ રહેવાના હોય ત્યાં વડીલ વંદના રથ મારફતે પરત મુકવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં કોઈ ભિક્ષુકો અથવા તો વટેમાર્ગુઓ જાહેરમાં ઠંડીમાં ઠુંઠવાતા નજરે પડે તો આસપાસના વિસ્તારના નાગરિકોએ હાપા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણી-98280 2122, નવનીતભાઈ સોમૈયા- 98248 34346, અનિલભાઈ ચાવડા-91372 13220, ભાવેશ તન્ના-98246 12378, વિરલ સોની-94275 72546નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..