ગુજરાતના આ ગામે રોકાતા હતાં જલારામબાપા, પ્રસાદીમાં આપી હતી લાકડી

વીરપુરથી પોતાના ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા જલારામ બાપાએ કુંકાવાવના ખજુરી પીપળીયામાં રહેતા પટેલના ઘરે રાત વાસો કરતા પ્રસાદીમાં લાકડી આપી જે આજે પાંચમી પેઢીથી પણ સચવાયેલી પડી છે. અહી ભકતો આ લાકડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ખજુરી પીપળીયામાં પટેલ પરિવારને પ્રસાદીમાં આપી હતી લાકડી

ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા હતા જલારામ બાપા

પરમ પુજનિય અને વંદનીય એવા વીરપુર ધામમાં જ્યા જલારામ બાપાના બેસણા છે. આ જલારામ બાપા જેના મંદિરમા હાલમાં કોઇ પણ પ્રકારના ફંડા ફાળાઓ લેવામાં આવતા નથી. જ્યા કરૂણાશીલ અને કરૂણાથી ભરેલી માનવતાની મુરતી એવા જલારામ બાપા પોતાના ગુરૂ ભોજલરામ બાપાને અમરેલી પાસેના ફતેપુરમાં ઘણા વર્ષો પહેલા મળવા આવતા. જે વીરપુરથી ફતેપુરની યાત્રામાં વચ્ચે કુકાવાવ પાસેના ખજુરી પીપળીયા ગામમાં રાતવાસો કરતા.

પટેલ પરિવારના ઘરે જલારામ બાપાની લાકડી

ખજુરી પીપળીયામાં રાતવાસો કરતા જલારામ બાપા

આ ગામ એ સમયમાં ઠક્કર પીપળીયા તરીકે ઓળખવામાં આવતુ હતુ. અહી ગામમાં રહેતા લોકોમાં વધુ પ્રમાણમાં લોહાણા સમાજના લોકો વધુ પ્રમાણમાં રહેતા હતા. જેવામાં એક પટેલ પરિવાર પણ રહેતુ જે આજે પણ હૈયાત છે. પોતાના ગુરૂ ભોજલરામ બાપાના આશિર્વાદ પામવા માટે જલારામ બાપા ફતેપુર ખાતે આવતા તે સમયે રસ્તામાં આવેલા ઠક્કર પીપળીયા (ખજુરી પીપળીયા)માં પટેલ પરિવારના રામજીબાપા હીદડને ત્યાં રાતવાસો કરતાં હતાં.

ફેસબુક પર પોસ્ટ કરેલી જલારામ બાપાની લાકડીની તસવીર

પટેલ પરિવારને પ્રસાદીમાં આપેલી લાકડી આજે પણ સાચવી રાખી

રામજીબાપાને ત્યાં રાતવાસો કરતા હોવાથી તેમની વચ્ચે દોસ્તી બંધાઇ ગઇ હતી અને તેઓના પરિવાર પ્રત્યે લાગણી બંધાઇ ગઇ હતી. આથી જલારામ બાપાએ પોતાની હાથ લાકડી રામજીબાપાને પ્રસાદીમાં આપેલી જે લાકડી આજે પણ હીદડ પરિવારની પાંચમી પેઢીએ સાચવી રાખીને ધન્યતા અનુભવી રહ્યાં છે.

અહેવાલ – ભુવા મહેશ

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

સમાચાર