ઓલપાડના સ્વતંત્રતા સેનાની જગુભાઈ પટેલ(જગુકાકા)નું નિધન થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જગુકાકાના મોતની થોડી ક્ષણ હજુ વીતી હતી, ત્યાં જ તેમના ધર્મપત્ની પણ દેહ છોડ્યો હતો. જગુકાકાએ 1942ની ચળવળમાં અંગ્રેજો સામે સ્વતંત્રતા લડાઈમાં ભાગ લીધો હતો. અને જેલની સજા પણ ભોગવી હતી.
અંતિમક્રિયા સ્મશાને ચાલી રહી હતી તે સમયે જ ધર્મપત્નીનો દેહત્યાગ
ઓલપાડના સીમથલુ ગામમાં રહેતા જગુભાઈ પટેલ જગુકાકાના નામે જાણીતા હતા. જગુકાકાએ 1942ની ચળવળમાં અંગ્રેજો સામે સ્વતંત્રતા લડાઈમાં ભાગ લીધો હતો. અને જેલની સજા પણ ભોગવી હતી. જગુકાકાનું 98 વર્ષની વયે નિધન થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. તેઓની અંતિમક્રિયા સ્મશાને ચાલી રહી હતી તે સમયે જ તેમના ધર્મ પત્ની શાંતીબા પણ 94 વર્શની જૈફ વયે ગણતરીના કલાકોમાં જ દુ:ખદ અવસાન પામ્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની જગુકાકા અને ધર્મપત્ની શાંતીબેન પટેલની સ્નશાન યાત્રામાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા.