પહેલી જુલાઈથી 45 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. અનેક કુદરતી આફતો વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો કાફલો ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. બમબમ ભોલેના નારા સાથે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આગળ વધતા આસ્થાળુઓના રક્ષણ માટે ઠેરઠેર ITBPના જવાનો પણ ખડેપગે છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાઈરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે આઈટીબીપીના જવાનોએ નાજુક કહી શકાય તેવી વિકટ ઘડીઓમાં પણ તેમની સૂચકતા અને બહાદુરીનો પરિચય આપ્યો હતો. અમરનાથ યાત્રા સમયે ભૂસ્ખલનના કારણે પહાડ પરથી પથ્થરો નીચે તરફ પડતા જોઈને કાફલો પણ ત્યાં જ રોકાઈ ગયો હતો. આ એવી આપત્તિ હતી જેનો ઉકેલ કદાચ સામાન્ય માનવી ના જ લાવી શકે. પણ દેશની રક્ષા કરવા કટિબદ્ઘ એવા જવાનોએ તરત જ હરોળબદ્ધ રીતે આડશ બનાવીને ઉપરથી પડતા પથ્થરોને તેમની પાસે રહેલા ફાઈબર ગાર્ડની મદદથી રોક્યા હતા. જેથી અમરનાથની યાત્રાએ નીકળેલા આસ્થાળુઓનો આ કાફલો ત્યાં જ અટકી ના જાય.
ITBP personnel braving shooting stones at a snow slope by placing Shield wall to ensure safe passage of #Amarnath Yatris on Baltal route. #Himveers pic.twitter.com/D4dJh8SyqW
— PNN (@PNN_Newsnetwork) July 5, 2019
વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે કે ભૂસ્ખલન બાદ પથ્થરનો ટુકડો ઝડપથી નીચેની તરફ પડે છે અને યાત્રા માર્ગ તરફ આવવા લાગે છે. જે વ્યક્તિ પથ્થરનો તે ભારે-ટુકડો નીચે તરફ આવી રહ્યો હતો જે દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આઈટીબીપીના જવાનોએ એ જોઈને તરત રસ્તા પરથી દૂર માનવ શ્રૃંખલા બનાવી અને પથ્થરના ટુકડાને માર્ગ પર પડતા રોકી દીધો.
આઈટીબીપીના જવાનોની આવી જાંબાઝી જોઈને દરેક દેશવાસીને ગર્વની લાગણી થઈ હતી. પોતાના જીવના જોખમ વચ્ચે પણ જવાનોએ ભૂસ્ખલનના કારણે રસ્તો બ્લોક નહોતો થવા દીધો. જો આ પથ્થરો નીચે પડતા તો ચોક્કસ કોઈ આસ્થાળુ ઘાયલ પણ થઈ શકતો હતો. આ આખી ઘટનાનો માત્ર 13 સેકન્ડનો વીડિયો ટ્વિટર પર પણ વાઈરલ થવા લાગ્યો હતો.
દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..