ઉદ્યોગો ચાલુ કરવા સરકારની મંજૂરી, પરંતુ શ્રમિકો વગર ઉદ્યોગ ચાલુ કરવા શક્ય નથી, સમજો – વર્ક ચેનનું આખું ગણિત

કોરોના વાઇરસ(coronavirus)ને લઇને લોકડાઉન વચ્ચે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતની સુરત દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે, અહીંયા આવેલ બે મહત્વના ઉધોગ લાંબા સમય બાદ ચાલુ કરવાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે, પણ આ ઉધોગોમાં કામ કરનારા શ્રમિકો વતન તરફ હિઝરત કરી રહ્યા છે તે સાથે સુરતના બંને ઉધોગો ચેન દ્વારા ચાલતા હોવાથી એક પણ ચેન નહિ ચાલે તો આ ઉધોગો ચાલુ થઇ શકે તેમ નથી, તેવામાં આ ઉધોગો ચાલુ થાય તો સુરતની ચમક ફરી પાછી આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાઇરસને લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલ લોકડાઉન વચ્ચે સુરત(surat)ની સુરત દિવસે ને દિવસે બગડી રહી છે કારણકે આ શહેરના મહત્વના બે ઉધોગો લાંબા સમય બાદ સરકાર દ્વારા ચાલુ કરવાની મંજૂરી તો આપવામાં આવી છે, પણ આ ઉધોગ હાલમાં ચાલુ થઈ શકે તેમ નથી, તેની પાછળ ઉદ્યોગોમાં કામ કરતા કારીગરોએ પોતાના વતન તરફ હિજરત કરી છે. જોકે સુરતના ડાયમંડ અને કાપડ ઉધોગ આમ તો ચેનમાં ચાલે છે ત્યારે આ ચેન પણ નહિ ચાલુ થાય તો આ ઉધોગો ચાલુ થઇ શકે તેમ નથી ત્યારે આવો આ ઉધોગો કેવી રીતે ચાલે છે તેના વિષે જાણવાનો પ્રયાસ કરીયે.

ડાયમંડ (Diamond) બિઝનેસનું Work ગણિત

ડાયમંડ ઉધોગમાં મોટા પ્રમાણમાં સૌરાષ્ટના લોકો સૌથી વધુ કામ કરે છે. જોકે કોરોના લોકડાઉન વચ્ચે રત્ન કલાકાર પોતાના વતન જતા રહેલા હોવાથી આ ઉધોગ ચાલુ કરવો હોય તો તેમાં શ્રમિકો નથી. જોકે ઉધોગ ચાલુ કરવા માટે પહેલા રફ ડાયમંડ વિદેશથી આવે છે, પણ ફ્લાઇટ બંધ હોવાને લઇને માલની પણ અછત છે, થોડા ગણા વેપારી પાસે માલ છે પણ આ માલની વિદેશમાં માંગ હોય તો માલ સુરતની ફેકટરીમાં તૈયાર થયા બાદ, વેપારી પાસે જ માલ પડ્યો રહે. કારણ કે, તેમની મુંબઈની ઓફિસ ચાલુ હોય તો આ માલ વિદેશમાં મોકલી શકાય.

જોકે ગુજરાત સરકાર દ્વારા છુટછટ આપવામાં આવી છે ત્યારે મહારાષ્ટ બંધ હોવાથી પણ નુકસાન છે. સાથે-સાથે માલ આંગડિયા દ્વારા લેવામાં અને મોકલવામાં આવે છે, તે પણ બંધ હોવાથી વેપારીને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ડાયમંડ જવેલરી સૌથી વધુ ઉપયોગ થાય છે, ત્યારે દાગીના બનાવનાર બંગાળી કારીગરો પણ વતન તરફ હિજરત કરી ગયા છે. આ બાજુ ડાયમંડ ફેક્ટરી કામ કરતા સૌરાષ્ટના લોકો વતન ગયા છે, ત્યારે એક મહિના સુધી પરત નહિ ફરવાની ગાઈડલાઇન પ્રમાણે સરકારે વતન જવાની મંજૂરી આપી છે, ત્યારે આ ઉધોગ આગામી બે મહિના સુધી ચાલુ નથી થાય અને તેને ગતિ આવતા આગામી 6 મહિનાનો સમય લાગશે કારણકે ચેન ચાલુ થાય તો સુરતનો આ ઉધોગની ચમક પાછી આવી શકે છે.

કાપડ(textiles) ઉદ્યોગનું Work ગણિત

જોકે સુરતનો બીજો ઉધોગ છે કાપડ. જોકે આ કાપડ ઉધોગમાં કામ કરતા સૌથી વધુ શ્રમિકો પરપ્રાંતના છે. જોકે આ ઉધોગમાં ખાસ કરીને ઓડિસા, ઉત્તર પ્રેદેશ, બિહાર, ઝાડખંડ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો મોટા પ્રમાણમાં જોડાયેલ છે. આ ઉધોગ પણ એક ચેન દ્વારા ચાલે છે. આ ઉદ્યોગમાં સૌથી પહેલા યાન તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ યાન તૈયાર થઈને વીવીંગ ઉદ્યોગમાં જાય છે. અહીંયા 7 લાખ ઓડિસાના લોકો આ યાનમાંથી કપડું તૈયાર કરે છે. જોકે સુરત અને જિલ્લા મળીને 6.30 લાખ લિમ્સ આવેલા છે. અહીંયા તૈયાર થયા બાદ કાપડ પ્રોસીસિંગ હાઉસમાં જાય છે, અહીંયા આ કપડાને રંગ લગાવવામાં ઉત્તર પ્રદેશના લોકોનો સૌથી મહત્વનો રોલ હોય છે. ત્યારબાદ આ કપડાને ફીનીસિંગનું કામ બિહાર અને ઝારખંડના લોકો કરે છે. અહીંયા 200 જેટલા ડાઈંગ મિલમાં 4 લાખ લોકો કામ કરે છે. અહિયાંથી તૈયાર માલ મહારાષ્ટ્રના કારીગરો ડાઈંગ મિલમાંથી માર્કેટ સુધી પહોંચાડે છે. અંદાજિત 30 હજાર મહારાષ્ટ્રના શ્રમિકો ટેમ્પો ચલાવીને આ કામ કરે છે.

ત્યારબાદ આ માલ તૈયાર થઈ રિંગરોડ પર આવેલ કાપડ માર્કેટમાં માલ કટીંગ અને પેકિંગનું કામ કરવામાં આવે છે. જોકે સુરત રિંગરોડ પર 185 કાપડ માર્કેટ આવેલા છે, અને એક માર્કેટમાં અંદાજિત 3 હજાર દુકાન આવેલી છે, એટલે 55 હજાર દુકાનમાં આ કામ કરવામાં આવે છે. અહીંયા મોટા પ્રમાણમાં રાજસ્થાનના શ્રમિકો કામ કરતા જોવા મળે છે. અંદાજિત કાપડ માર્કેટમાં શ્રમિકો અને વેપારી મળીને 5 લાખ લોકો કામ કરતા હોય છે.

ત્યારબાદ કાપડમાંથી સાડી અને ડ્રેસ તૈયાર કરીને તેના પર વર્ક અને હાથથી ટીકી લગાવવાના ઉધોગમાં સૌરાષ્ટના યુવાનો સાથે મહિલા પણ જોડાયેલ છે, તેમની સંખ્યા 20 હજાર આજુબાજુ છે. આમ આ પ્રકારે માલ તૈયાર થયા બાદ બજારમાં કાપડ વેચાય છે. અહીંયા પણ કોઈ એક પણ ચેનના હોય તો માલ તૈયાર થતો નથી. જોકે તૈયાર માલ ટ્રાન્સપોર્ટ દ્વારા અલગ અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે, પણ કોરોના લઇને અનેક રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, તો માલ તૈયાર થયા બાદ વેચાણ નહીં થતા પણ વેપારીને નુકસાન જાય તેમ છે, જેને લઇને હાલમાં આ બંને ઉદ્યોગ ચાલુ કરવાની સરકારે મંજૂરી આપી પણ ચાલુ કરવા શક્ય નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો