કોરોના મહામારીના સંકટના આ સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની ગયો છે. ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને તેમના માટે ખાવા-પીવા સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઈ વખતે ખરીદી કરનારા વર્ગથી ઉભરાતો આ મોલ આજે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યો છે.
અમદાવાદના એસજી હાઈવે પર આવેલ ઈસ્કોન મોલ લોકડાઉનમાં અટવાઈ ગયેલાં લોકો માટે શેલ્ટર હોમ બની ગયો છે. જરૂરિયાતમંદ લોકો માટે તે એક સહારો બની ગયો છઝે. અહીં 150 લોકો માટે રહેવા-જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મોલની અંદર 12 દુકાનો લોકોને ઊંઘવા માટે આપવામાં આવી છે. તો તે લોકો માટે 600 લિટર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, પણ લોકોને ગરમી ન લાગે તે માટે પણ 50 જેટલાં ટેબલ ફેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના મહામારીના સંકટમાં માનવધર્મ લોકો દેખાડી રહ્યા છે. ગરીબ, ભિક્ષુકો માટે ફૂડ પેકેટ આપવાના સેવાયજ્ઞ ઠેર ઠેર ચાલી રહ્યા છે. અમદાવાદ પોલીસ અને મનપા દ્વારા પણ કોઈ ભૂખ્યું ન રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેવામાં શહેરના પ્રતિષ્ઠિત મોલ દ્વારા પણ આ સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. મહામારીના આ સમયમાં માનવ ધર્મની સુવાસ ચારેકોર ફેલાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..