વર્ષ 2009માં બાઈકચાલકના અકસ્માતમાં મૃતકના વળતર કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. રાજકોટના ઉપલેટાના મોટી પાનેલી ગામના નટવર લાલ કાછેલા નામની મૃતક વ્યક્તિના વળતરને લઈને ગુજરાત હાઈકોર્ટે મૃતકનાં પરિવારજનોને મોટી રાહત સમાન આદેશ કરતાં રૂપિયા 32 લાખ ચૂકવવા ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બાઇક અકસ્માતને કારણે વાહનચાલકનું મૃત્યુ થયું હતું. મૃતક વ્યક્તિ પોતે પાંઉભાજીની લારી ચલાવતો હતો અને પરિવારમાં આવકનું એકમાત્ર સ્તોત્ર હતો. ધોરાજી કોર્ટમાં અરજદારના વકીલ રમેશ નવડિયાએ જણાવ્યું કે મૃતકના અવસાન બાદ પરિવારજનોએ વળતર માટે ઇન્શ્યોરન્સ કંપની સામે ધોરાજી કોર્ટમાં અપીલ કરી હતી. આ બાબતે વળતરનો કેસ ચાલ્યા બાદ નીચલી કોર્ટે મૃત વ્યક્તિની માસિક આવક 3000 ગણીને રૂપિયા 7.19 લાખનું વળતર રકમ ચૂકવવા આદેશ કર્યો હતો, એમાં પણ વાહનચાલકની બેદરકારી માટે 10% રકમ કાપી 6.47 લાખની રકમ ચૂકવવા કહ્યું હતું.
ધોરાજી કોર્ટના ચુકાદા સામે મૃતકનાં પરિવારજનોએ ગુજરાત હાઇકોર્ટનો સહારો લેવો પડ્યો અને અપીલ કરી હતી. જેમાં પરિવારજનોએ માસિક આવકની ગણતરી સામે વાંધો ઉઠાવ્યો, અન્ય મળવાપાત્ર લાભોની રકમ વધારવા દલીલ કોર્ટ સમક્ષ કરી હતી. મૃતકની બેંકના આર્થિક વ્યવહારોની વિગતો, તેનાં બાળકોને સ્કૂલ ફી, ઉપરાંત રિકરિંગ એકાઉન્ટની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. ઉપરાંત પરિવારમાં 8 લોકોના ગુજરાન માટે 3 હજારની માસિક આવક પર્યાપ્ત ન હોવાની દલીલ કરી હતી.
હાઇકોર્ટમાં અરજદારના વકીલ વિશાલ મહેતા અને જેનિલ શાહે જણાવ્યું હતું કે, જેને લઈ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને મોનાબેન ભટ્ટની ખંડપીઠે અવલોકન કર્યું કે મૃતકની આવક 18 હજારથી ઓછી હોય ન શકે, જેથી કોર્ટે અરજદારની આવક 18 હજાર નક્કી કરીને કુલ 32 લાખ 29 હજારની રકમ ચૂકવવા ઈન્શ્યોરન્સ કંપનીને આદેશ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ સાથે સાથે ઈન્શ્યોરન્સ કંપનીને કોર્ટે 10 હજારના દંડનો પણ હુકમ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..