પેટમાં ગેસ અને બળતરાથી ઇન્સ્ટન્ટ રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો, તમે પણ ફટાફટ અજમાવી લો, જાણો અને શેર કરો

અનેક વાર મસાલેદાર ખાવાનું ખાવાના કારણે પેટમાં ગેસ અને બળતરાની સમસ્યા રહે છે. આ સમયે તમે અનેક દવાઓ લેવાના બદલે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી શકો છો. તો તેને માટે યાદ રાખી લો આ વાતો.

પેટની સમસ્યામાં રાહત આપશે આ ઘરેલૂ ઉપાયો

પેટમાં ગેસ અને બળતરાની સમસ્યાને દૂર કરવા માટે તમે અનેક ઉપાયો કરવાના બદલે રસોઈની કેટલીક ચીજોની મદદ લઈ શકો છો. આ ચીજોથી તમે ફટાફટ રાહત પણ મેળવી શકો છો. તો જાણી લો કઈ ચીજો તમારી કઈ રીતે મદદ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જાણો શું છે પેટમાં બળતરાનું કારણ

પેટમાં બળતરા એસિડ રિફ્લક્સના કારણે થાય છે. એસિડ રિફ્લક્સ એટલે કે જ્યારે પેટનો એસિડ ફરી ભોજન નળીમાં આવ છે તો એસિડ રિફ્લક્સની સમસ્યા બને છે. તેના કારણે વ્યક્તિને છાતીમાં બળતરા અનુભવાય છે, આ સમસ્યા ખાસ કરીને સ્થૂળતા, દારૂ, ધૂમ્રપાનનું સેવન, હર્નિયા, અપચો, પેટમાં અલ્સર અને ખાસ દવાના સેવનથી થઈ શકે છે.

પેટના ગેસ અને બળતરાથી છૂટકારો આપશે આ નુસખા

જમ્યા બાદ ગોળ ખાઓ

જો તમને પેટમાં બળતરાની સમસ્યા છે તો જમ્યા બાદ ગોળનું સેવન કરો. ગોળને ચાવીને ન ખાઓ. તેને ચૂસતા રહો. ગોળને મોઢામાં રાખીને ચૂસવાની પ્રક્રિયા ધીમી રહેશે તો તે વધારે અસર કરશે. ગોળ મોઢામાં રાખીને ચૂસવાથી પાચન સારું રહે છે અને સાથે બળતરાની સમસ્યા ખતમ થાય છે.

દહીં

દહીંનું સેવન કરવાથી પેટમાં બળતરાની સમસ્યા ઘટે છે. દહીંમાં એન્ટાસિડ ગુણ મળે છે. તે પેટમાં બળતરા અને એસિડિટીમાં રાહત આપે છે.

આદુનો રસ

આદુના રસમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળે છે. જે પેટમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. લીંબુ અને મધમાં આદુનો રસ મિક્સ કરીને પીવાથી પેટની બળતરા શાંત થાય છે.

વરિયાળીનું પાણી

1 કપ ઉકાળેલા પાણીમાં 1 ચમચી વરિયાળી મિક્સ કરીને રાતે રહેવા દો. હવે સવારે તેને ગાળીને તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. તેને પીઓ. આ મિશ્રણને દિવસમાં 3 વાર પીવાથી ગરમી અને એસિડિટીની સમસ્યા દૂર થશે. તેનાથી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા દૂર થશે.

જીવનશૈલીમાં લાવો આ ફેરફાર

  • તળેલી અને વસાયુક્ત ચીજો, કેફીન, ચોકલેટ, મસાલેદાર ભોજનને કારણે છાતીમાં બળતરા થઈ શકે છે. આ ચીજો ખાવાનું ટાળો.
  • સ્થૂળતાના કારણે પણ છાતીમાં બળતરા થઈ શકે છે. વધારે વજન હોય તો સૌથી પહેલા વેટ લોસની પ્રોસેસ કરો.
  • રાતે સૂતા પહેલા ઓછામાં ઓછા 3 કલાક પહેલા ભોજન લો.
  • દારૂ અને તમાકુનું સેવન કરવાનું ટાળો.
  • ઢીલા કપડા પહેરવાથી પાચનતંત્ર પર દબાણ ઓછું રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો