કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે પાડોશી હોય કે તેમના પરિવારજનો હોય તેઓ અણછાજતું વર્તન કરે છે. જેથી દર્દી ખૂબ જ માનસિક રીતે નેગેટિવ થઇ જાય છે. કોરોના દર્દીઓમાં હકારાત્મક અનુભવ કરાવવા અમદાવાદની મહિલાએ મિત્ર સાથે મળી કોરોના પોઝિટિવ દર્દીઓ માટે અનોખી સેવા શરૂ કરી છે. 20 દિવસ પહેલા જ કોરોનામાંથી મુક્ત થઈ કોરોના પોઝિટિવ દર્દીમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા કોરોનાગ્રસ્ત દર્દીઓ જે હોમ ક્વોરન્ટીન છે તેમને વિનામૂલ્યે ટીફિન પહોંચાડવાની ઉમદા કામગીરી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
હોમ ક્વોરન્ટીન લોકો માટે ટીફિન સેવા શરૂ કરી
કોરોના દર્દીઓમાં નેગેટિવિટી દૂર કરી અને સકારાત્મક ઉર્જા વધારવા માટે અમદાવાદના હેતલ શાહ અને તેમના મિત્ર ઉષાબેને અનોખી સેવા શરૂ કરી છે. હેતલે વાતચીતમાં કહ્યું હતું કે, 20 દિવસ પહેલા તેઓ અને તેમના પતિ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને તેઓ હોમ ક્વોરન્ટીન થયા હતા. ત્યારે આસપાસના લોકોને જાણ થતા તેમનાથી દૂર રહેવા લાગ્યા હતા. લોકો તેમની સાથે અલગ જ પ્રકારનું વર્તન કરતા હતા, જેને કારણે તેમને ખરાબ ફિલ થતું હતું. આ રીતે લોકોનું વર્તન જોઈ તેમને વિચાર આવ્યો છે, મારી સાથે આવી રીતે વર્તન થઈ રહ્યું છે, તો બીજા પણ આવું જ અનુભવતા હશે. જેથી લોકોને પોઝિટિવિટી મળે તે માટે કોરોનામુક્ત થયા બાદ કોરોનાના દર્દીઓ જે હોમ ક્વોરેન્ટીન છે તેવા લોકો માટે ટિફિન સેવા શરૂ કરી છે.
છેલ્લા 7 દિવસથી પહોંચાડે છે ટીફિન
સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને મેસેજ વહેતો કર્યો કે, જે લોકો ક્વોરેન્ટીનમાં હોય અને જમવાની સગવડ ન હોય, તેવા લોકો તેમનો સંપર્ક કરી ટીફિન મગાવી શકે છે. છેલ્લા 7 દિવસથી નિયમિત સવાર-સાંજ ટિફિન સેવા પૂરી પાડી રહ્યા છે. રોજના 50 જેટલા ટીફિન તેઓ નિયમિત રીતે લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ટીફિનમાં દરરોજ અલગ અલગ પ્રકારનું સાત્વિક ભોજન આપવામાં આવે છે અને પેકિંગ કર્યા બાદ, તેના પર સકારાત્મક સુવિચાર લખવામાં આવે છે.
તેમની સેવાથી પ્રભાવિત થઈ વધુ એક વ્યક્તિ તેમની સાથે જોડાયો
હેતલ અને તેમની મિત્ર દરરોજ શહેરના દરેક વિસ્તારમાં બે ટાઈમ હોય કે એક ટાઈમ સમયસર ટીફિન પહોંચાડી રહ્યા છે. દરરોજના અનેક ફોન આવે છે. પહેલા 3 દિવસ જાતે જમવાનું બનાવી પેક કરી પહોંચાડ્યાં બાદ પરંતુ બાદમાં કાર્તિક નામના વ્યક્તિએ પણ સેવામાં જોડવાવાની વાત કરતા તેઓ સસ્તામાં જમવાનું બનાવી પેક કરી આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..