રોજ-રોજ ભીખારીની એકજ વાત સાંભળીને મહિલાએ એક દિવસ ગુસ્સામાં ઝેરવાળી રોટલી બનાવી અને તે ભીખારી માટે રાખી દીધી, વાંચો, તેના પછી શું થયું?

એક મહિલા રોજ પોતાના પરિવારના લોકો માટે રસોઈ બનાવતી હતી. મહિલા રોજ એક રોટલી કાઢીને બારીની બહાર રાખી દેતી હતી. ત્યાંથી પસાર થતો એક વ્યક્તિ દરરોજ તે રોટલી લઈ જતો હતો અને તે ખાઇને પોતાની ભૂખ મટાડતો હતો.

તે વ્યક્તિ આવતા-જતા એક જ વાત બબડતો હતો – ‘જો તમે ખરાબ કરશો તો તે તમારી સાથે રહેશે અને જો તમે સારું કરશો તો તે તમારા સુધી પાછું ફરીને આવશે.’ રોજ-રોજ તે વ્યક્તિની વાત સાંભળીને મહિલા કંટાળી ગઈ હતી. તેણે વિચાર્યુ આ વ્યક્તિ ખબર નહીં શું-શું બોલતો રહે છે, જેનો કોઈ અર્થ નથી હોતો. એક દિવસ ગુસ્સે થઈને મહિલાએ વિચાર્યુ કે આજે હું આ વ્યક્તિથી છુટકારો મેળવીને જ રહીશ. મહિલાએ રોટલીમાં ઝેર મિક્સ કર્યુ અને જેમ તે બારી પર રાખવા ગઈ તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. મહિલાએ તે રોટલી ચૂલ્લામાં બાળી નાખી અને બીજી રોટલી બનાવીને બારી પર રાખી દીધી.

તે વ્યક્તિ રોજની જેમ આવ્યો તેણે રોટલી ઉપાડી અને ફરીથી એ જ વાત બોલી – ‘જો તમે ખરાબ કરશો તો તે તમારી સાથે રહેશે અને જો તમે સારું કરશો તો તે તમારા સુધી પાછું ફરીને આવશે.’ મહિલાનો એક દીકરો પણ હતો, જે ગામથી બહાર રહેતો હતો. મહિલા રોજ તેની સલામતી માટે પ્રાર્થના કરતી હતી પરંતુ છેલ્લા થોડાં દિવસથી તેના દીકરાના કોઈ સમાચાર નહોતા. સાંજે અચાનક મહિલાના ઘરે કોઈએ બારણું ખખડાવ્યું. બારણું ખોલ્યું તો જોયું કે તેનો દીકરો સામે ઊભો છે. તેના કપડાં ફાટેલા છે અને ભૂખના કારણે તે ખૂબ નબળો પણ થઈ ગયો છે. તેમાં ઊભા રહેવાની તાકાત પણ ન હતી.

કાયમ સારા કામ કરતા રહો, તેના માટે તમારી પ્રશંસા થાય કે ન થાય.

તેણે માતાને જણાવ્યું કે હું જંગલના રસ્તે ઘરે પાછો આવી રહ્યો હતો તો રસ્તામાં મને ડાકૂઓએ લૂંટી લીધો. તેના પછી હું રસ્તો ભટકી ગયો. ભોજન ન મળવાના કારણે હું ખૂબ નબળો થઈ ગયો. જ્યારે હું ઘરથી થોડાં દૂર હતો તો ભૂખના કારણે રસ્તા પર જ પડી ગયો. ત્યારે એક વ્યક્તિએ મને રોટલી આપી. રોટલી ખાઇને મને થોડી તાકાત મળી અને હું અહીં સુધી આવી શક્યો. માતાએ દીકરાની વાત સાંભળી તો તેને ઝેરવાળી રોટલીની વાત યાદ આવી ગઈ. હવે મહિલાને તે વ્યક્તિની વાત સમજમાં આવી ચૂકી હતી – ‘જો તમે ખરાબ કરશો તો તે તમારી સાથે રહેશે અને જો તમે સારું કરશો તો તે તમારા સુધી પાછું ફરીને આવશે.’

બોધપાઠ

કાયમ સારું કરો અને સારું કરવાથી પોતાને ક્યારેય રોકો નહીં પછી ભલે તેના માટે તમારી પ્રશંસા થાય કે નહીં. જે પણ સારા કામ તમે કરશો તેનું ફળ તમારા જીવનમાં ક્યારેક તો જરૂર મળશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો