કોઈ એક શહેરમાં પિતા-પુત્ર રહેતાં હતા.જેવા પિતા રિટાયર થયા તો પુત્રની નોકરી લાગી ગઈ. પુત્ર પિતાની દરેક વાત માનતો હતો. પિતાએ સમયસર પુત્રના લગ્ન કરાવી આપ્યા. થોડા જ વર્ષો પછી તેનો એક પુત્ર પણ થઈ ગયો.
આ પ્રકારે સમય પસાર થતો રહ્યો. સમય વિતતાની સાથે-સાથે પિતા વૃદ્ધ થઈ રહ્યા હતા અને તેમનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું હતું. પુત્રએ પોતાના પિતા માટે પહેલા માળે એક રૂમ અલગથી તૈયાર કરાવી આપ્યો. કારણ કે તેમને કોઈ પ્રકારની પરેશાની ન થાય. ત્યાં દરેક પ્રકારની સુખ-સુવિધાઓ પણ હતી.
એક દિવસ વડીલ પિતા જિદ્દ ઉપર અડી ગયા. તેમને પોતાના પુત્રને કહ્યું- મારો પલંગ ગેલેરીમાં મૂકાવી દો, મને રૂમમાં સારું નથી લાગતું. પુત્રને કહ્યું- રૂમમાં તમારા માટે દરેક પ્રકારની સુખ-સુવિધા છે તો પછી તમે ગેલેરીમાં પલંગ રાખવાની જિદ્દ કેમ કરી રહ્યા છો.
પિતાએ કહ્યું- રૂમમાં કોઈપ્રકારની ખોટ નથી, પરંતુ ગેલેરીમાં જ મારો પલંગ મૂકાવી દો. પુત્ર આજ્ઞાકારી હતો, તો તેના પિતાની આ જિદ્દ પણ પૂરી કરી દીધી. હવે પિતાનો પલંગ ગેલેરીમાં આવી ગયો હતો, દરેક સમયે પલંગ પર આરામ કરતાં પિતા હવે ફરતાં ફરતાં ગેટ સુધી જતાં હતાં. થોડીવાર લોનમાં ચાલતા. લોનમાં પૌત્ર સાથે રમતાં, બોલતા અને હંસતાં. ક્યારેક-ક્યારેક દીકરાં પાસે મનપસંદ ખાવાની વસ્તુઓ લાવવાની ડિમાન્ડ કરતાં. ધીરે-ધીરે તેમનું સ્વાસ્થ્ય સારું થવા લાગ્યું હતું.
એક દિવસ સાંજના સમયે જ્યારે પુત્ર ઘરે આવ્યો તો જોયું કે તેનો 5 વર્ષનો પુત્ર દાદાને ગેલેરીમાં પડેલો બોલ ઊઠાવીને આપવાનું કહી રહ્યો હતો.
પુત્રને વઢતાં પિતાને કહ્યું- પિતાજી વડીલ છે, તેમને કામ કરવા માટે ન કહીશ. 5 વર્ષના માસુમ છોકરાને હંસીને કહ્યું- દાદા તો રોજ અમારો બોલ ઊઠાવીને ફેંકે છે. પુત્રને આશ્ચર્યપૂર્વક પિતાની સામે જોયું. વડીલ પિતાએ કહ્યું- હાં બેટા તે ઉપરવાળા રૂમમાં સુવિધાઓ તો અનેક આપી હતી. પરંતુ પોતાના લોકોનો સાથ ન હતો. તમારી સાથે વાતો થઈ શકતી ન હતી.
જ્યારથી મારો પલંગ ગેલેરીમાં આવ્યો છે, નિકળતાની સાથે જ તમારી સાથે વાતો થઈ શકે છે. સાંજે પૌત્ર સાથે રમી લઉં છું અને તેનાથી મારી તબિયત સુધરતી જઈ રહી છે. હવે પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી.
બોધપાઠ
વ઼ડીલોને ભૌતિક સુખ-સુવિધાઓ કરતાં વધુ પોતાના લોકોના સાથની જરૂરિયાત હોય છે. જે પ્રકારે મોટામાં મોટું ઝાડ પણ પાણી વગર સુકાઈ જાય છે, એ જ રીતે વડીલો પ્રેમ અને આત્મીયતા વગર બીમાર થઈ જાય છે. એટલા માટે વડીલોની સાથે બેસો, વાતો કરો અને જરૂરિયાત પડે ત્યારે તેમની સલાહ પણ લો.
આ પણ વાંચજો –સંતને એક સફરજન મળ્યું, તેમણે વિચાર્યુ કે આ મારી સંપત્તિ નથી તેને તેના સાચા માલિકને આપી દેવું જોઈએ, જાણો પછી શું થયું?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..