જો તમે તમારા સંતાનને ખુબ ચાહતા હો તો આ જરૂર વાંચજો

સંતાન આપણા માધ્યમથી જન્મે છે પણ આપણું ગુલામ નથી

👉યુવાન થયેલું સંતાન એકાએક શા માટે માબાપની અવગણના કરવા લાગે છે ?

👉અત્યાર સુધી તો ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું. ક્યાંય તકલીફ નહોતી. આખું ઘર કિલ્લોલ કરતું હતું તેમાં અચાનક એવું તે શું થયું કે માબાપને લાગવા લાગ્યું કે દીકરો હવે હાથથી ચાલ્યો ગયો છે?

👉હવે તે આપણી વાત સાંભળતો નથી સાંભળે છે તો માનતો નથી. શા માટે..?

🎯 પહેલી વાત એ કે સંતાન હવે યુવાન થઇ ગયું છે તે વાતનો આપણે સ્વીકાર નથી કરી શક્યા.

🌹ઘોડીયામાં હતો ત્યારથી ગઈકાલ સુધી આપણી દરેક વાતને કોઈ પણ જાતની દલીલ વગર સ્વીકારી લેતો પુત્ર કે પુત્રી યુવાન થાય એટલે તેને પોતાની જિંદગીના નિર્ણયો જાતે લેવાનું મન થાય.

🌹તેની આ ઈચ્છાનો સ્વીકાર થવો જોઈએ.

🌹 તેને માટે બધા જ નિર્ણયો આપણે ક્યાં સુધી લઇ આપીશું?

🌹 એમની પોતાની પણ પસંદ-નાપસંદ હોય છે.

🌹દરેક વાતના અંતે વટહુકમ બહાર પાડી દેવાની આદતમાંથી આપણે હવે મુક્તિ મેળવી લેવી પડશે.

🌹સંતાનને દર વખતે સલાહની નહિ પરંતુ ક્યારેક સહકારની પણ જરૂર હોય છે.

તે કશુંક નવું કરવા ઈચ્છે ત્યારે તેને સહકાર આપવો પડશે.

🌹તેનામાં સમજણ ખીલે તેવા પ્રયત્નો કરવા પડશે.

હવે, ‘હું કહું તેમાં કાંઈ મીનમેખ નહિ થાય’ એ વૃત્તિ છોડી તે જે પણ કરવા ઈચ્છે તે બાબતે તેનામાં સાચી સમજણ આવે તે માટેના પ્રયત્નો થવા જોઈએ.

🌹 ‘મેં તારા કરતાં વધુ દિવાળી જોઈ છે’ તે વાક્ય પ્રયોગો યુવાન લોકોને હર્ટ કરતા હોય છે. આપણે દિવાળી વધુ જોઈ છે તે વાત સાચી હશે પણ છેલ્લા વીસ વરસમાં દુનિયા ઘણી બદલી ચૂકી છે. શક્ય છે કે ઘણી બાબતો એવી હોય કે જે આપણે ન પણ જાણતા હોઈએ.

🎯 બીજી વાત એ કે આપણે જેને સુખ માનીએ છીએ તે, અને તેઓ જેને સુખ માને છે તે બન્ને બાબત અલગ અલગ હોય શકે છે તે વાત સ્વીકારવી રહી.

🌹આપણને રાત્રે જમતી વેળા ખીચડી-કઢીમાં જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ તેને હોટ-ડોગ કે બર્ગર ખાવામાં આવી શકે છે.

🌹આપણને હરિપ્રસાદ ચોરસિયાનું વાંસળી વાદન ગમે છે તો તેને પોપ સંગીત ડોલાવી જાય છે.

🌹આપણને ક.મા. મુનશીની ‘પાટણની પ્રભુતા’ વાંચવી ગમે છે તો તે ચેતન ભગતની ‘વન નાઈટ એટ કોલ-સેન્ટર’ વાંચી ગદગદ થઇ જાય છે.

🌹આપણને અમિતાભ ગમે છે તેને રણબીરકપૂર ગમે છે.

પસંદગી તદ્દન અલગ હોય છે એથી સુખ મેળવવાનો તેમનો રસ્તો ખોટો સાબિત થઇ જતો નથી.

🌹 ઘણી વખત એવું પણ બનતું હોય છે કે યુવાનો સાથે સંવાદ કરતી વેળા આપણે કાં તો સત્તાવાહી અવાજે વાત કરીએ છીએ કાં તો વક્રવાણીનો ઉપયોગ કરી બેસતા હોઈએ છીએ.

🌹કબુલ કે આપણે માબાપ છીએ એટલે સંતાનોએ આપણને માન આપવું જોઈએ..

🌹એ પણ કબુલ કે આપણી સાથે એમની વર્તણુંક સારી હોવી જોઈએ, પરંતુ સામે પક્ષે આપણી પણ કોઈ જવાબદારી ખરી કે નહિ?

🌹સંતાન આપણાથી ઉમરમાં નાનું છે એટલે શું હંમેશા તેની સામે સત્તાનો જ ઉપયોગ કરવાનો.?

🌹પરિવારના અન્ય સભ્યો સામે એમનું ગૌરવ જળવાય રહે તે ભાષામાં વાત જ ન થઇ શકે.?

🌹 આપણી વાણીવર્તનની નોંધ બાળકનું મન બહુ નાનપણથી જ કરતું હોય છે. યુવાન થતા સુધીમાં તો તેના મનમાં એટલો બધો વિદ્રોહ જાગી જાય છે કે તેના મનનો લાવારસ ક્યારે બહાર આવી જાય તે કહી શકતું નથી.

⭐ માનસશાસ્ત્ર કહે છે કે યુવાન થતા સુધીમાં દરેક બાળક પોતાના માબાપ પાસેથી એટલી બધી વખત ‘ના’ સાંભળી ચૂક્યું હોય છે કે મોટા થતાવેંત માબાપ સામે તે એ બધી ‘ના’ વ્યાજ સહીત પાછી વાળે છે.

🎯 ત્રીજી વાત એ કે સંતાનના લગ્ન થાય એટલે તેની જવાબદારી તેની પત્ની પ્રત્યે પણ હોય તે વાતનો અસ્વીકાર..

🌹 ’હવે તો તું વહુનો થઇ ગયો..

🌹 હવે તને અમારી શું પડી હોય ?’

તેવા વાક્યો જયારે પૂત્રવધુની હાજરીમાં બોલવામાં આવે ત્યારે તેનું દિલ દુઃખી થયા વગર રહે નહિ.

🌹આપણે ધામધુમથી દીકરો પરણાવ્યો હોય છે. વહુ કાંઈ ધરાર ઘરમાં ઘૂસી નથી ગઈ.

🌹 હવે દીકરાએ કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તેની સાથે વિચારવિર્મશ કરવો પડે. કરવો જ જોઈએ. આ બાબતે તેના પર ખોટું દોષારોપણ કરતા પહેલાં વિચારવું જોઈએ.

🎯 છેલ્લે, મૂળ વાત..સંતાનને નાનપણથી સમજણ કેળવવાની ટેવ પાડો..

🌹 શું સારું અને શું ખરાબ તે નક્કી કરી શકે તે માટે તેને બુદ્ધિપૂર્વક વિચાર કરતાં શીખવાડો.

🌹કોણ સાચું છે તેના કરતાં શું સાચું છે એ વધુ મહત્વનું છે તે તેને સમજાવો.

⭐ અને છેવટે, ગીતાના અંતે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે કહે છે તે કહો કે ‘યથા મતિ તથા કુરુ’..હવે તને યોગ્ય લાગે તેમ કર.

છેવટે તો એણે પોતાના યુદ્ધો જાતે જ લડવાના છે ને…?

Dil Se 💖

💐🌹💐🌹💐💐🌹💐💐🌹💐

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

પ્રેરણાત્મક સ્ટોરી