આજના આધુનિક સમયમાં પુત્રવધુ દીકરી નથી બની શકતી અને સાસુ માતા નથી બની શકતી તેવી વિચારધારા પ્રવર્તી રહી છે ત્યારે સમાજને ખરેખર પ્રેરણા થાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં અકસ્માતમાં બ્રેઈન હેમરેજ જેવી ગંભીર ઇજા પામી પથારીવશ બનેલી પુત્રવધુની સાસુમાં છેલ્લા અઢી વર્ષથી માતા કરતા પણ અદકેરી સેવા કરી રહ્યા છે.
સમાજને પ્રેરણાદાયક કહી શકાય તેવા આ કિસ્સાની હકીકત એવી છે કે, મહેસાણાના પંચોટના ખેડૂત પરિવારની પુત્રવધુ વૈશાલી પટેલ અને તેમના પતિ દિનેશભાઇ પટેલ 19 માર્ચ 2020ના રોજ ઘરેથી ડી માર્ટ સર્કલ પાસે રાત્રે પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એક રીક્ષા ચાલકે પાછળથી 42 વર્ષીય વૈશાલીબેન પટેલને ટક્કર મારતા તે નીચે પટકાઈ હતી. આ અકસ્માતમાં તેણીને માથાના ભાગે ગંભીર ઇજાથી હેમરેજ થઇ ગયું હતું. જેથી ડોક્ટરો દ્વારા માથાના ભાગે સર્જરી કરવામાં આવી હતી. અકસ્માત બાદ ટેણી સંપૂર્ણ પથારીવશ થઇ ગયા હતા.
આ ખેડૂત પરિવારમાં 70 વર્ષના સાસુ શારદાબેન કાન્તિભાઈ પટેલ અને સસરા કાન્તિભાઈ આત્મારામદાસ પટેલે હિમ્મત હાર્યા વિના પોતાની પુત્રવધુ વૈશાલીબેનની સેવા શરૂ કરી હતી. આજના સમયમાં દીકરો ઘરડા બાપના ડાયપર બદલતા કચવાટ અનુભવતો હોય ત્યારે વૈશાલીબેનની 70 વર્ષની સાસુ શારદાબેન પટેલે તેણીના ડાયપર પણ બદલ્યા હતા. જોકે વૈશાલીબેનના પતિ દિનેશભાઇ ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. માથામાં સર્જરી બાદ શરીરના કેટલાક ભાગમાં ઇન્ફેક્સન થતા ત્રણ અલગ અલગ ઓપરેશન પણ કરાવવા પડ્યા હતા. 70 વર્ષના શારદાબેનની સેવા થકી અત્યારે તેમની પુત્રવધુ વૈશાલીબેન પથારીમાંથી ઉભા થઇ શકે છે અને ચાલતા પણ થયા છે.
સાસુએ પુત્રવધૂના ડાયપર પણ બદલ્યા
અકસ્માતથી હેમરેજ થવાથી પથારીવસ થયેલ 42 વર્ષના પુત્રવધુ વૈશાલીબેન તમામ કુદરતી ક્રીયા પથારીમાં કરતા હતા. ત્યારે 70 વર્ષના સાસુમાં શારદાબેન પટેલે કોઈ પણ પ્રકારની ખચકાટ વિના પુત્રવધુના ડાયપર પણ બદલ્યા હતા. આ ઉપરાંત સમયસર જમવા અને દવા પણ આપી સ્વસ્થ કર્યા છે.
સેવા થકી વૈશાલીબેન બોલતા પણ થયા
અકસ્માતમાં વૈશાલીબેનને હેમરેજ થતા બોલવાનું પણ બંદ થઇ ગયું હતું. ત્યારે સાસુ અને સસરાની અથાગ સેવાથકી અઢી વર્ષથી વાચા ગુમાવી ચૂકેલા વૈશાલીબેન આજે બોલતા પણ થઇ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..