મહેસાણામાં કરાઈ જન્મદિવસની અનોખી ઉજવણી: જન્મ દિને 20 બાળકીઓને લીધી દત્તક

મહેસાણાના સામાજિક અગ્રણીએ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. રાજધાની ફાઉન્ડેશનના પિન્ટુભાઈ પટેલએ પોતાનો જન્મ દિવસ ઝાકમઝોળ વચ્ચે મનાવવાને બદલે 20 ગરીબ બાળકીઓને દત્તક લીધી હતી. આ બાળકીઓ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી તેમનો શૈક્ષણિક ખર્ચ સ્વયં ઉઠાવશે. વધુમાં તેમણે 20 કુપોષણ બાળકોના આહારની પણ જવાબદારી લીધી છે. આ બાળકોને સળંગ એક વર્ષ સુધી પોષણક્ષમ આહાર પિન્ટુભાઈ પટેલ પુરો પાડશે. 20 બાળકીઓ અને 20 કુપોષિત બાળકોની જવાબદારી લેવાનો આ કાર્યક્રમ મહેસાણા તાલુકાની મોટીદાઉ પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ જશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો