વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન ચોકીના પોલીસ ઈન્સપેક્ટરે મળી આવેલા 30 લાખના હીરા માલિકને પરત કર્યા હતા. માલિકે બેગની ઓળખ કરતા આજે હીરા ભરેલી બેગ પરત કરવામાં આવી હતી.
વરાછા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.કે. રાઠોડ સવારે 10.40 કલાકની આસપાસ વરાછામાં આવેલા ડાયમન્ડ માર્કેટના મિનિ બજારમાં ગયા હતા. જ્યાં તેમણે પોતાની બાઈક માવાણી કોમ્લેક્સ પાસે પાર્ક કરી હતી. જ્યારે તેઓ પરત ફર્યા અને બાઈકમાં લગાવેલી ડિકીમાંથી રેઈનકોટ કાઢવા ગયા ત્યારે તેમણે નાના-નાના પાઉચથી ભરેલી એક બેગ જોઈ.
‘બેગને અડતા પહેલા હું સતર્ક થઈ ગયો હતો જો કે જ્યારે મેં તે ખોલી ત્યારે તેમાં હીરા જોઈને હું ચોંકી ગયો. મેં આસપાસ તેના માલિકની શોધ કરી પરંતુ બેગની તપાસ કરી રહ્યું હોય તેવું કોઈ મળી આવ્યું નહીં’ તેમ અમારા રાઠોડે જણાવ્યું, જેઓ 2016માં પોલીસ ફોર્સમાં જોડાયા હતા.
બાદમાં પીએસઆઈ રાઠોડે માવાણી કોમ્પલેક્સના વોચમેનને જાણ કરી હતી કે જો કોઈ બેગ માટે પૂછવા આવે તો તેને વરાછા પોલીસ સ્ટેશનમાં મોકલે. તેમણે નજીકની બિલ્ડિંગના વોચમેનને પણ આ વિશે જાણ કરી હતી અને લંબે હનુમાન પોલીસ ચોકી પાસે તેના માલિકની થોડીવાર સુધી રાહ પણ જોઈ હતી.
આ દરમિયાન વરાછાના રહેવાસી ઉમેદ જેબલીયાએ વરાછા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે તેમની 30 લાખની કિંમતના 40 હજાર કેરેટ હીરાથી ભરેલી બેગ ખોવાઈ ગઈ છે. પૂછપરછ કર્યા બાદ ડાયમન્ડ બ્રોકર જેબલીયાને તેમની બેગ પરત કરાઈ હતી.
40,288 કેરેટના કાચા હીરા હતા
ઉમેદભાઈએ પોલીસ સ્ટેશન પહોંચી બેગની ઓળખ કરી હતી. અને ઉમેદભાઈએ જણાવ્યું હતું કે, તે બાઈક લઈને મીનીબજાર માવાણી કોમ્પલેક્સ ખાતે પાર્ક કરી 40,288 કેરેટના કાચા હીરા(કિંમત-30 લાખ) ચાર પાર્સલ બેગમાં મૂક્યા હતા. અને બાઈક પાસે આવી ફોન પર વાત કરતા હતા. દરમિયાન ભૂલથી તેમણે પોતાની બાઈકના બદલે બાજુમાં રહેલી બાઈકમાં મૂકી દીધી હતી. જે બેગ પોલીસે પરત કરતા આભાર માન્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.