આજ કાલ અનેક લોકો ડાયટને ફોલો કરે છે. આ સમયે જો તમે લાડુ ખાવા ઈચ્છો છો તો તમે રાગીના લાડુને ટ્રાય કરી શકો છો તે હેલ્થ માટે લાભદાયી રહે છે અને વજન પણ વધતું નથી.
જો તમે ડાયટ ફોલો કરો છો તો તમારા માટે ખાસ કરીને સૌથી પહેલાં ગળ્યું ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. પણ આજે અમે આપને માટે એવી રેસિપિ લાવ્યા છીએ કે જે તમારા વજનને કંટ્રોલમાં રાખે છે અને તેમને ફૂડની મજા પણ આપે છે. તો જાણો કઈ રીતે બનાવશો રાગીના લાડુ અને માણી શકશો મજા.
રાગીને આ નામે પણ ઓળખવામાં આવે છે
રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી આપણે રાગીનો લોટ બનાવી શકીએ છીએ.
રાગીના લોટના ફાયદા
કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સોર્સ ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે તેમને રાગીના લોટમાંથી કોઈ પણ વસ્તુ તૈયાર કરીને ખવડાવી શકાય છે.
ફાઈબરના ઊંચા પ્રમાણના કારણે તેમાંથી ઊર્જા ધીમે ધીમે રીલીઝ થાય છે અને સલામત રેન્જમાં બ્લડ શુગરનું લેવલ જાળવી રાખે છે.
રાગી યુવાન ત્વચાની જાળવણી માટેનું કામ કરે છે, તેમાં રહેલ મુખ્ય એમિનો એસિડ રિંકલ્સ ઘટાડે છે.
રાગી એ થોડાંક એવાં કુદરતી અનાજ પૈકીનું એક છે, જે વિટામિન-ડી ધરાવે છે. જે આમ તો મોટા ભાગે સૂર્યપ્રકાશ અથવા ઇંડામાંથી જ મળે છે. શાકાહારી વ્યક્તિ માટે રાગી વિટામિન-ડીનો સારો સ્રોત બની શકે છે.
લાંબા સમય સુધી તે પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી અટકાવે છે. વખત જતાં તેનાથી ભૂખ ઓછી લાગે છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
આ રીતે બનાવો રાગીના લાડુ
સામગ્રી
- રાગીનો લોટ- 250 ગ્રામ
- ગોળ – 200 ગ્રામ
- ઘી – 150 ગ્રામ
- કાજુ બદામ સુધારેલા 12-13 નંગ
- એલચી પાવડર – અડધી ચમચી
- ચારોળી – 1 ટેબલ સ્પૂન
રીત
સૌ પહેલાં એક પેન ગરમ કરો અને તેમાં ઘી નાંખો. તેમાં રાગીનો લોટ મિક્સ કરો અને સતત હલાવીને શેકો. ધીમા ગેસ પર તેને રાખો અને સુગંધ આવે ત્યાં સુધી શેકો. તેમાં ફરી ગી નાંખો અને પછી સૂકોમેવો મિક્સ કરો. તેમાં ગોળ તોડીને નાંખો, બધી સામગ્રીને સારી રીતે હલાવી લો. તમામ ચીજોને ઠંડી થવા દો. જરૂર લાગે તો થોડું ઘી ગરમ કરીને મિક્સ કરો અને તે મિશ્રણમાંથી લાડુ વાળી લો. તેને એરટાઈટ કંટેનરમાં બંધ કરી લો અને મહિના સુધી સ્ટોર કરો. રોજ આ લાડુ ખાશો તો પણ વજન વધશે નહીં અને કમાલના સ્વાદ સાથે હેલ્થ પણ સારી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..