ભારતીય શટલર સાત્વિક સાઇરાજ રંકારેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ પહેલી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતી લીધી છે. રવિવારે રમાયેલા મેન્સ ડબલ્સ ફાઇનલમાં બન્નેએ ચીનની વર્લ્ડ ચેમ્પિયન જોડી લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18 થી હરાવી. આ ટુર્નામેન્ટ જીતનારી આ પહેલી ભારતીય જોડી છે.
. @satwiksairaj @Shettychirag04
The dreams of more than a billion just came true today! Satwik & Chirag put India on the doubles map with their as well as India’s biggest doubles title ever! Here’s hoping this is just the start! 👏🏼🎉#ThailandOpen2019 #IndiaOnTheRise #badminton pic.twitter.com/883tJ3IMeq— BAI Media (@BAI_Media) August 4, 2019
- સાત્વિક અને ચિરાગે મેન્સ ડબલ્સ ફાઇનલમાં ચીનના લી જુન હુઇ અને લિયૂ યૂ ચેનને 21-19, 18-21, 21-18થી હરાવ્યા
- આ ભારતીય જોડીએ ટુર્નામે્નટના સેમિ ફાઇનલમાં કોરિયાના કે કો સૂન હ્યૂન અને શિન બીક ચ્યોલની જોડીને હરાવી હતી
2019માં પહેલી વખત આ જોડી ફાઇનલમાં પહોંચી હતી
આ પહેલા સાત્વિક અને ચિરાગની જોડીએ સેમિ ફાઇનલમાં કોરિયાના કે કો સૂન હ્યૂન અને શિન બીક ચ્યોલની જોડીને હરાવી હતી. ભારતની 16મી રેન્કિંગ જોડીએ કોરિયાની 19મી રેન્કિંગ જોડીને 22-20,22-24, 21-9 થી હરાવી હતી. સાત્વિક-ચિરાગની જોડી આ વર્ષે પહેલી વખત કોઇ ફાઇનલમાં પહોંચી હતી.
હેડ ટુ હેડ
ભારત અને ચીનની જોડી અત્યાર સુધી બે વખત સામે આવી છે. તેમાં એક વખત ભારત અને બે વખત ચીનને જીત મળી છે. દ્વિતીય રેન્કિંગ વાળી ચીનની જોડી સામે આ ભારતીય જોડીને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.