કોરાનાથી ઈંગ્લેન્ડમાં વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત થયું, મહિલા તબીબ કોરોના સામેની લાંબી લડાઈ હાર્યા

ઈંગ્લેન્ડમાં કોરાનાથી વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત નિપજ્યું છે. કેરળના વતની ડૉ.પૂર્ણિમા નાયર ઇંગ્લેન્ડની દુરહામ કાઉન્ટિના બિશપ ઓકલેન્ડ સ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટર ખાતે સેવા આપતાં હતા. કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું સ્ટોકરોન-ઓન-ટીઝ ખાતેની નોર્થ ટીઝ હોસ્પિટલની યુનિવર્સિટી હોસ્પિટલ ખાતે મોત થયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઈંગ્લેન્ડના ડૉક્ટર વર્તુળમાં અગ્રણી બની રહેલાં અને કોરોના સામે હારી મોતને ભેટ્યાં હોય એવાં ડૉ. નાયર દસમા જનરલ પ્રેકિટશનર હોવાનું મનાય છે. એમને છેલ્લે વેન્ટિલેટર પર રખાયાં હતાં. કોરોનાથી ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી 32 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. મેડિકલ સેન્ટરના સ્ટાફે ડૉ. નાયરની વિદાયથી ભારે આદ્યાતની લાગણી અનુભવી હતી. તેઓ દર્દીઓમાં અત્યંત લોકપ્રિય હતા. અનેક લોકોએ એમને સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો