હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે દુનિયાભરમાં ડંકો વગાડનાર ગુજરાતી ડોક્ટર કોરોનાના દર્દીઓની સારવાર કરતા ખુદ કોરોનાની ઝપેટમાં આવી જતાં થયું મોત

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આજે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આરોગ્યની સેવાઓને કોઈ પહોંચે એમ નથી તેમ છતાં કોરોના સામે અમેરિકા,ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા દેશોએ ઘૂંટણીએ પડી ગયા છે. ભારત કરતા અન્ય દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે હોવાથી ત્યાં સેંકડો લોકો મૃત્યું પામી રહ્યા છે, તેની ઝપેટમાં હવે ભારતીઓ પણ આવી રહ્યા છે.

હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે લંડનમાં એક મૂળ ભારતીય ડોક્ટરનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. આ ભારતીય ડોક્ટર મૂળ ગુજરાતના નવસારીના અને વર્ષોથી લંડનમાં સ્થાપી થયા હતા. અને તેઓ ડોક્ટર તરીકેની ફરજ બજાવતા હતા. લંડનમાં તેઓ એક મોટા હાર્ટસર્જન છે. વૈશ્વિક મહામારી કોરોના સામે લંડનમાં દર્દીઓની સેવા કરતા તેઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા અને તેમનું દુ:ખદ અવસાન થયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના વાયરસના કારણે અનેક મોટી હસ્તીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે દેશ-દુનિયામાં ખ્યાતનામ ડોક્ટર એવા જીતેન્દ્ર રાઠોડનું કોરોનાને કારણે લંડનમાં દુઃખદ અવસાન થયું હોવાના સમાચાર મળ્યા છે. તેમના મોતના સમાચારે ડોક્ટરી જગતમાં મોટો ફટકો પડ્યો છે, જ્યારે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

જીતેન્દ્ર રાઠોડ વિશે વાત કરીએ તો, તેઓ મૂળ ગુજરાતના નવસારીના અને વર્ષોથી લંડન સ્થાયી થયા હતા, ત્યાં તેઓ ડોક્ટર બન્યા અને પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ લંડનમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે છે, ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરતા કરતા તેઓ પણ ઝપેટમાં આવી ગયા હતા. હાલ સમાચારોમાં આવ્યું હતું કે, દેશ-દુનિયામાં ખ્યાતનામ ધરાવનાર ડૉ.જીતેન્દ્ર રાઠોડે હવે દુનિયાને અલવિદા કહી દીધું છે એટલે કે તેમનું દુઃખદ અવસાન થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 60 વર્ષિય ડૉ.જીતેન્દ્ર રાઠોડ મૂળ નવસારી જિલ્લાના ચીખલીના તાલુકાના સાદકપોર ગામના વતની હતી. ડૉ.જીતેન્દ્ર રાઠોડ લંડનમાં કોરોના ગ્રસ્ત લોકોને પોતાની સેવા આપી રહ્યા હતા તે દરમિયાન તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને વાયરસના સંક્રમણના કારણે તેમનું અવસાન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો