ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગથી પ્રભાવિત થયેલા લોકોને ભારતીય દંપતિ મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે, કહ્યું-સેવા અમારું કર્તવ્ય છે

ભારતીય મૂળના કંવલજીત સિંહ અને તેમના પત્ની કમલજીત કૌર ઓસ્ટ્રેલિયામાં આગથી પ્રભાવિત થયેલા લોકોને મફતમાં જમવાનું પુરુ પાડી રહ્યાં છે. આ દંપતિ પૂર્વ વિક્ટોરિયાના બર્ન્સડેલ વિસ્તારમાં ‘દેસી ગ્રિલ’રેસ્ટોરાં ચલાવે છે. છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલી આગની ઘટનાથી આ વિસ્તારમાં રહેનારા સેકડો લોકો બેઘર થઈ ગયા છે. આ લોકોએ મેલબર્નમાં આવેલા ચેરિટી શીખ વોન્લેટિયર્સ ઓસ્ટ્રેલિયાના અસ્થાઈ છાવણીઓમાં શરણ લીધી છે. દંપતી અને તેના કર્મચારી કઢી-ભાત બનાવીને આ NGOને આપે જેનાથી આ બેઘર લોકોને જમવાનું મળે છે.

ડેલી મેઈલમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે, શીખ દંપત્તિ અહીંયા છેલ્લા છ વર્ષથી રહે છે. કંવલજીત સિંહે કહ્યું કે, ‘મને લાગ્યું કે આપણે આપણા સાથી ઓસ્ટ્રેલિયન લોકોની મદદ કરવી જોઈએ કારણ કે આ આપણું કર્તવ્ય છે. આગ લાગવાના કારણે લોકો ગંભીર રીતેપ્રભાવિત થયા છે અને તેમને ભોજન અને રહેવા માટે જગ્યાની જરૂરિયાત છે’

અમારી પાસે એક દિવસમાં 1000 લોકો માટે જમવાનું બનાવવાની ક્ષમતાઃદંપતિ

શીખ દંપતિએ કહ્યું,‘અમે શીખ છીએ અને શીખોનું જીવન જીવવાની ઢબનું પાલન કરી રહ્યા છીએ. અમે એ જ કરી રહ્યા છીએ જે આજે અન્ય ઓસ્ટ્રેલિયન નાગરિક કરી રહ્યાં છે. હાલ એ લોકો માટે સેવા અને પ્રાર્થના કરવાનો સમય છે, જે જંગલમાં લાગેલી ભયાનક આગના કારણે પ્રભાવિત થયા છે.’તેમણે કહ્યું કે, તેમની ટીમે વોલેન્ટિયર્સને નવા વર્ષની સાંજે 500 લોકો માટે ભોજન બનાવવામાં મદદ કરી હતી. અમારી પાસે એક દિવસમાં 1000 લોકો માટે જમવાનું બનાવવાની ક્ષમતા છે.

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 1.23 કરોડ એકર વિસ્તારમાં આગ લાગી ચુકી છે

દક્ષિણ-પૂર્વ ઓસ્ટ્રેલિયાના જંગલમાં ચાર મહિનાથી ભીષણ આગ લાગી છે. સરકારે સિઝનમાં ત્રીજી વખત કટોકટીની જાહેરાત કરી છે. હજારો લોકો ઘરેથી પલાયન કરી ચુક્યા છે અને અત્યાર સુધી ત્રણ ફાયરમેન સહિત 21 લોકોના મોત થઈ ચુક્યા છે અને ઘણા લોકો ગુમ પણ થયા છે. ન્યૂ સાઉથ વેલ્સ અને પાડોશી સ્ટેટ વિક્ટોરિયામાં આ સપ્તાહે 8 લોકોના મોત થયા છે. કટોકટીના કારણે લોકોને ટ્રાફિક જામનો પણ સામનો કરવો પડી રહ્યો છે અને વાહનોમાં ઈંધણ નંખાવવા માટે પણ લાંબી લાઈન લાગી છે. જૂલાઈથી અત્યાર સુધી ન્યૂ સાઉથ વેલ્સમાં 70 લાખ એકર બળીને ખાક થઈ ગયો છે. રૂરલ ફાયરસર્વિસના જણાવ્યા પ્રમાણે, દેશભરમાં 1.23 કરોડ એકર વિસ્તાર આગની લપેટમાં આવી ચુક્યો છે. ન્યૂ સાઉથ વેલ્સમાં લગભગ 1400 ઘર બળીને ખાક થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો