વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે ફરી એકવાર ચીંતાજનક સમાચાર સામે આવ્યા છે. મોઝામ્બિકમાં એક ભારતીય મૂળના વેપારીનું ચાલુ બિઝનેશ મીટીંગે અપહરણ કરવામાં આવ્યુ છે.
આ અંગેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતી વેપારીનું ચાલુ મીટીંગે અપહરણ થયુ છે. ગુજરાતી વ્યક્તિ જ્યાં મીટિંગ કરી રહ્યો હતો તે દુકાનની સામે એક કાર આવીને ઉભી રહી અને ત્રણ લોકો ખૂબ જ સામાન્ય રીતે દુકાનમાં પ્રવેશ્યા. બાદમાં, એક વ્યક્તિએ ભારતીય વેપારી તરફ ઈશારો કર્યો જ્યારે અન્ય એક તેને કારમાં ખેંચી ગયો અને કાર ભગાડી મૂકી. ત્યાં હાજર રહેલા લોકોએ પણ આ મુજબની જ રજૂઆત કરી હતી.
આ વેપારીનો પરિવાર પરત ફરીને મિનિસ્ટ્રિ ઓફ એક્સ્ટર્નલ અફેર્સને વેપારીને સુરક્ષિત રીતે પરત લાવવા અંગે વિનંતી કરી છે. આ પરિવાર પાસે હજુ સુધી કોઈ ખંડણી માંગવામાં આવી નથી.
સ્વદેશ પરત ફરેલ ગુજરાતી વ્યક્તિનો પરિવાર MEA (વિદેશ મંત્રાલય)ને તેની સુરક્ષિત પરત ફરવા માટે અપીલ કરી રહ્યો છે. હજુ સુધી ખંડણીની કોઈ માંગણી મળી નથી.
અગાઉ 28 જૂન, 2020 ના રોજ, મોઝામ્બિકમાં 35 વર્ષીય ભારતીય મૂળના વેપારી કૌશલ પંડ્યાનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેઓ રાજધાની માપુટોમાં એક રેસ્ટોરન્ટમાં લંચ કર્યા પછી ઘરે જઈ રહ્યા હતા. જ્યારે કૌશલ પંડ્યાના પિતા કિશોર કુમાર છોટા લાલનું પણ જાન્યુઆરી 2014માં ચાર શખ્સોએ ખંડણી માટે અપહરણ કર્યું હતું. પરિવારે ખંડણી ચૂકવ્યા બાદ કૌશલ પંડ્યાને ખંડણીખોરોએ છોડી મૂક્યો હતો.
પૂર્વ આફ્રિકન દેશમાં ભારતીય સમુદાયના સભ્યોનું કહેવું છે કે, મોઝામ્બિકમાં ખંડણી માટે અપહરણના ગુના વારંવાર નોંધાય છે. નોંધનીય છે કે ભારતીય ડાયસ્પોરામાં વારંવાર વેપારીઓ અને તેમના પરિવાજનો કે બાળકોના અપહરણના અહેવાલ વારંવાર આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..