એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના સાયન્ટિસ્ટ વિરલ પટેલે એક એવું અલ્ટ્રાસોનિક ડ્રાયર ડેવલપ કર્યું છે જેમાં ગરમીનો ઉપયોગ કર્યા વગર કપડાં સૂકવી શકાય છે. ORNLના રિસર્ચ અને ડેવલપમેન્ટ ઓસોસિએટ સ્ટાફના સભ્ય વિરલ પટેલ જણાવ્યું કે, આ તદ્દન નવો અભિગમ છે. બાષ્પીભવનના બદલે, તેમાં ટેક્નિકલી પદ્ધતિથી કપડાની અંદરનો ભેજ સૂકવવામાં આવે છે.
આ રીતે કરે છે અલ્ટ્રાસોનિક ડ્રાયર
હાલ વપરાતા ડ્રાયર્સમાં સ્ટ્રેટ-ફોરવર્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે. હવાને આજુબાજુથી ખેંચવામાં આવે છે અને એક હીટર અથવા ગેસ બર્નર દ્વારા ગરમ કરીને તેને ડ્રમમાં પસાર કરવામાં આવે છે, જેના કારણે કપડાં નબળા પડે છે. અલ્ટ્રાસોનિક ડ્રાયર ભેજ દૂર કરવા માટે પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યૂસર્સનો ઉપયોગ કરે છે. જ્યારે હાઈ ફ્રિક્વન્સી વોલ્ટેજ ટ્રાન્સડ્યૂસર્સમાં એપ્લાય કરવામાં આવે ત્યારે તે હાઈ ફ્રીક્વન્સીમાં વાઇબ્રેટ થાય છે, જેના કારણે કપડામાં રહેલો ભેજ ગરમી વગર છોડી દે છે. સરળ ભાષામાં કહીએ, તો પાણીને બહાર ફેંકી કપડાં સૂકા થઈ જાય છે. આ ડ્રાયરથી કરોડોનો ખર્ચ બચી જાય છે.
શા માટે ડ્રાયર ટેક્નોલોજી નથી બદલાઈ 30 વર્ષમાં
શા માટે ડ્રાયર ટેક્નોલોજી 30 વર્ષમાં બદલાઈ નથી તેનું કારણ છે કે, સામાન્ય રીતે આપણે મોટા સ્ટોર ચાલી રહ્યા છો અને તમારે ડ્રાયર લેવું છે. તો ગ્રાહક પહેલા તેનો ભાવ જોશે. કેટલો પાવર લેશે એ પછી જોશે. અને આ જ કારણે બદલાઈ નથી. સસ્તી ટેક્નોલોજી જેને બિનકાર્યક્ષમ માનવામાં આવે છે. પટેલ કહે છે કે, અમે એવી ટેક્નોલોજી ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે હાલની સ્થિતિની સરખામણીએ વધુ કાર્યક્ષમ હોય અને સસ્તી હોય. જેથી તેને અમેરિકાના બજારમાં વેચી શકાય છે. આગામી બેથી પાંચ વર્ષમાં અલ્ટ્રાસોનિડ ડ્રાયર્સ ખરીદી માટે બજારોમાં ઉપલબ્ધ થઈ શકે છે.