કોલારમાં ફેબ્રુઆરી 6ના રોજ આયોજિત વેડિંગ રિસેપ્શનમાં 26 વર્ષીય દૂલ્હન ફોટોશૂટ દરમિયાન અચાનક ઢળી પડી હતી. જે બાદ તેને બેંગલુરુની નિમહાંસમાં લઈ જવામાં આવી હતી. સારવાર દરમિયાન તેની હાલત સતત બગડતી જતી હતી અને શુક્રવારે ડોક્ટર દ્વારા તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી અને તેના અંગોને વેઈટિંગ લિસ્ટમાં રહેલાં દર્દીઓને દાન કરવામાં આવ્યા હતા. ચિત્રા કેઆર કોલાર જિલ્લાના શ્રીનિવાસપુરા તાલુકાના કોડિચેરેવુ ગામમાં રહેતી હતી. 7 ફેબ્રુઆરીના રોજ તેના લગ્ન થવાના હતા. પણ કમનસીબે શુક્રવારે તેનો મૃતદેહ ગામમાં પરત લાવવામાં આવ્યો હતો અને શનિવારની સવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ચિત્રાના માતા-પિતા રામપ્પા અને અક્કેમ્માએ તેના અંગદાન માટેની મંજૂરી આપી હતી. શુક્રવારે સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ટિશ્યુ ઓર્ગેનાઈઝેશન જીવસાર્થકટે દ્વારા તેઓની દીકરીના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. નિમહાંસમાં આ પ્રથમ વખત હતું કે જ્યારે કોઈ બ્રેઈન ડેડ દર્દીનું ડેક્લેરેશન લઈ તેનાં અંગો લેવામાં આવ્યા હતા. નિમહાંસના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડો. શશિધરે જણાવ્યું કે તેને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે તેને બચાવવાનો ગોલ્ડન સમય પૂર્ણ થઈ ચૂક્યો હતો. તેને બ્રેઈન સ્ટેમ સ્ટ્રોક આવ્યો હતો આ ઉપરાંત તે સિઝર્સથી પણ પીડાતી હતી. તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.
ચિત્રાના શરીરમાંથી બે કિડની, હાર્ટ વાલ્વ્સ અને બે કોર્નિયા લેવામાં આવ્યા હતા. કર્ણાટકમાં આ 12મું કેડવેર ઓર્ગન ડોનેશન હતું. શ્રીનિવાસપુર તાલુકા પ્રાઈવેટ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ગોપાલા ગૌડાએ કહ્યું કે, ચિત્રા માતા-પિતાની એકમાત્ર દીકરી હતી. તેણે બેંગલોર સેન્ટ્રલ યુનિવર્સિટીથી એમએસસી કર્યું હતું અને હાલમાં બીએડની તૈયારીઓ કરી રહી હતી. તે છેલ્લા ઘણા વર્ષોથી ચિંતામણી તાલુકાના કૈવારા ક્રોસની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી હતી. આ ઉપરાંત તે ખાનગી કોલેજમાં લેક્ચરરની જગ્યા માટેની પણ તલાશ કરતી હતી. તેને નાનપણથી એક લેક્ચરર બનવાનું સ્વપ્ન હતું અને તેના પિતાએ તેના અભ્યાસ માટેની તમામ સગવડો અને વ્યવસ્થા પૂરી પાડી હતી
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..