શિયાળાની શરૂઆત થઈ રહી છે. શિયાળામાં ફિટ (Fitness) રહેવા માટે ઘણી વસ્તુઓ ડાયટમાં શામેલ કરવી જરૂરી છે. આ ખાદ્યવસ્તુઓને ડાયટમાં શામેલ કરવાથી શરીરમાં ગરમાવો આવે છે અને ત્વચા સુંદર બને છે. દેશી ભોજનમાં અનેક એવી વસ્તુઓ છે, જે શિયાળામાં ગરમાવો આપે છે અને મેદસ્વીતાની સમસ્યા થતી નથી. અલબત, કોઈપણ ખાદ્યવસ્તુઓનું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ, નહીં તો તેનાથી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. આ કારણોસર કોઈપણ ખાદ્યપદાર્થનું યોગ્ય માત્રામાં સેવન કરવું જરૂરી છે.
ખસખસ
ખસખસમાં અનેક પ્રકારના પોષકતત્વો રહેલા છે, જે મસ્તિષ્ક માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે ખસખસની ખીર બનાવીને અથવા તેનો હલવો બનાવીને તેનું સેવન કરી શકો છો. શિયાળામાં ખસખસનું સેવન કરવાથી શરીરમાં ગરમાવો આવે છે અને મગજ તેજ થાય છે.
અખરોટ
અખરોટ કૉલસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. અખરોટમાં ફાઈબર, વિટામીન અને પ્રોટીન રહેલા છે. આ કારણોસર અખરોટને શિયાળામાં ડાયટમાં શામેલ કરવી જોઈએ.
ચિક્કી
શિયાળામાં તલ અને ગોળથી બનાવવામાં આવેલી ચિક્કી સરળતાથી મળી રહે છે. શિયાળામાં ચિક્કીનું સેવન કરવાથી યોગ્ય પોષકતત્વો મળે છે. ગોળમાં યોગ્ય માત્રામાં આયર્ન અને ફોસ્ફરસ રહેલા છે તથા તલમાં કેલ્શિયમ અને ફેટ રહેલા છે. ચિક્કીનું સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે અને શરીરનું યોગ્ય તાપમાન જળવાઈ રહે છે.
દૂધ
શિયાળામાં બજારમાં કેસર દૂધ, હળદવાળું દૂધ અને ખજૂરવાળુ દૂધ મળે છે. શિયાળામાં આ ખાદ્યપદાર્થોને ડાયટમાં જરૂરથી શામેલ કરવા જોઈએ. જેનાથી સર્દી અને ખાંસી સામે રક્ષણ મળે છે અને શરીરમાં ગરમાવો પેદા થાય છે.
દાળના લાડુ
રોટી અને ભાત સાથે દાળનું સેવન કરવામાં આવે છે. દાળના લાડુ પણ બનાવી શકાય છે. શિયાળામાં અલગ અલગ દાળને મિશ્ર કરીને લાડુ બનાવી શકાય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને ઠંડી સામે રક્ષણ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..