માતાનું એક વર્ષ પહેલાં મૃત્યુ થતાં 17 વર્ષીય દીકરી પર નરાધમ પિતાએ વારંવાર દુષ્કર્મ આચરતાં પાણીગેટ પોલીસે તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. નરાધમ પિતાએ દુષ્કર્મ આચરતાં દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી જતાં તેને સરદાર માર્કેટ પાસે છોડીને બાપ ભાગી ગયો હતો. 2 ફોઈએ પણ દીકરીને ન રાખતાં માસી પાસે પહોંચેલી દીકરીની વ્યથા સાંભળીને તેમના પગ નીચે પણ જમીન ખસી ગઈ હતી. માસીએ નરાધમ બાપ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
પિતા માસી પાસેથી ઝઘડો કરી પુત્રીને લઈ ગયાઃ પોલીસ
પાણીગેટ પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં રહેતી 45 વર્ષીય મહિલાએ પોતાની બહેનનું એક વર્ષ પહેલાં મૃત્યુ થઈ જતાં તેની 17 વર્ષીય દીકરીને પોતાની સાથે રાખી હતી. જોકે 2-3 મહિનામાં દીકરીના પિતા ઝઘડો કરી તેને લઈ ગયા હતા.
પિતાએ ગળું દબાવીને મારવાની ધમકી આપી
2 ફેબ્રુઆરીએ દીકરીએ માસીના ઘરે આવી જણાવ્યું હતું કે પિતા સરદાર માર્કેટ પાસે તેને છોડીને જતા રહ્યા છે અને કહીને ગયા છે કે તું તારી માસીના ઘરે જ રહેજે. દીકરીએ માસીને વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2021માં તે પિતા સાથે વાઘોડિયા રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતી. તેનો ભાઈ બહારગામ ગયો હતો. આ વખતે તેના પિતાએ તેનું ગળું દબાવીને મારી નાખવાની ધમકી આપી રાતના સમયે ભાઈની ગેરહાજરીમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. પિતાએ ધમકી આપી હતી કે આ અંગે કોઈને કહેશે તો મારી નાખશે.
દીકરીને ગર્ભ રહી જતાં તરછોડી
ત્યાર બાદ ભાડાનું મકાન ખાલી કરી ડિસેમ્બર-2021માં પિતા-પુત્રી અને તેનો ભાઈ બીજા મકાનમાં ભાડે રહેવા ગયાં હતાં. જોકે એ પછી પણ ભાઈની ગેરહાજરીમાં રાત્રિના સમયે નરાધમ પિતાએ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કારણે દીકરીને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો. જ્યારે નરાધમ પિતાએ ભાડાનું મકાન પણ ખાલી કરી દીધું છે. માસીએ ભાણીને લઈને નરાધમ પિતા સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
દીકરીની વ્યથા સાંભળી 2 ફોઈએ પણ ધુત્કારી
17 વર્ષીય સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી જતાં બાપ તેને છોડીને ભાગી જતાં દીકરી તેની 2 ફોઈ પાસે ગઈ હતી. જોકે તે ગર્ભવતી હોવાની વાત જાણી ફોઈઓએ તેને રાખવાની સાફ ના પાડી દીધી હતી.
આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે
પાણીગેટ વિસ્તારમાંથી જ આરોપી પિતાની ધરપકડ કરી લેવાઈ છે. આ ઘટનામાં વધુ પુરાવા ભેગા કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. – કે.પી. પરમાર, પીઆઈ, પાણીગેટ
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..