એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં રાજકોટના જામનગર રોડ પર ખુલ્લા મેદાનમાં એક્ટિવાની ડેકીમાં દેશી દારૂ ભરી એક યુવાન વેચાણ કરી રહ્યો હોવાનું નજરે પડે છે.
પોલીસના ડર વગર યુવાન દેશી દારૂ વેચતો નજરે પડ્યો
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારીની વાતો કરવામાં આવે છે. પરંતુ વારંવાર દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાના વીડિયો અવારનવાર સામે આવતા હોય છે. આજે પણ બે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં એક યુવાન જીજે-03-એલએમ-3512 નંબરનું એક્ટિવા લઇ જામનગર રોડ નજીક એક ખુલ્લા મેદાનમાં ઉભો છે અને એક્ટિવાની ડેકીમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી નજરે પડે છે. પોલીસના ડર વગર યુવાન બિન્દાસ રીતે ડેકી ખુલ્લી રાખી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે.
પોલીસની કડક કાર્યવાહીની માત્ર વાતો
જ્યારે આ જ જગ્યાના બીજા એક વીડિયોમાં એક વ્યક્તિ દેશી દારૂ ખરીદી કર્યા બાદ ત્યાં જ ઉભા ઉભા દારૂની કોથળી તોડી પાણીની બોટલમાં ભરી રહ્યો છે. આથી તેમના પર કોઇ શંકા ન કરી શકે અને બિન્દાસ રીતે દેશી દારૂ પાણીની જેમ પી શકે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેક વખત દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણના વીડિયો સામે આવ્યા હતા. પરંતુ તેની સામે કડક કાર્યવાહીની માત્ર વાતો ગાંધીના ગુજરાતમાં થતી હોય તેવું લાગી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..