જીરાનો ઉપયોગ ઘરમાં ભોજન બનાવવા માટે કરવામાં આવે છે. પરંતુ સાથે જ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે પણ કરવામાં આવે છે. આ કેટલીક બીમારીઓને દૂર કરે છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમરના લોકોને પિત્તની (Bile Disease) બીમારી થતી હોય છે. મોંમાંથી નીકળતી લાળને પિત્ત અને નાકથી નીકળનારી લાળને કફ કહે છે. કેટલીક વખત પિત્તના કારણે પેટમાં ગેસ પણ થાય છે અને તેના કારણથી માથાનો દુખાવો થવા લાગે છે. તેને દૂર કરવા માટે તમે જીરાનો ઉપયોગ કરી શકો છો.
– વારંવાર પેટમાં દુખાવો થવો, પેટમાં બળતરા થવા, ખાટા ઓડકાર આવવા, ઉલટી થવી, ભોજન પચે નહીં, વારંવાર ઉબકા આવવા, આ દરેક પિત્તના લક્ષણ છે. જણાવી દઇએ કે જીરાના ઉપયોગથી તમે રાહત મેળવી શકે છે.
– આ બીમારીથી પીડિત છો તો જીરાની મદદથી તમે આ બીમારીને જડમૂળથી દૂર કરી શકો છો. સૌથી પહેલા તમે અડધો કપ પાણીને ઉકાળી લો અને તે બાદ તેમા અડધી ચમચી જીરૂ ઉમેરી શકો છો.
– પાણીને ઠંડુ કર્યા બાદ તેને ચાની જેમ પીઓ. પાણીમાં મિક્સ કરેલું જીરૂ ચાવીને ખાય લો. નિયમિત રીતે આ ઉપાયને કરવાથી પિત્તના દરેક રોગ ખતમ થઇ જાય છે. આ ઉપાયને કરવાથી તમે એસીડિટીની સમસ્યાથી મુક્ત થઇ શકો છો.
– જે લોકો હૃદય સંબંધી બીમારીઓથી પીડિત છે તે લોકો માટે જીરૂ કોઇ અમૃતની જેમ છે. નિયમિત રીતે જીરૂ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે. ડાયાબિટીસથી પીડિત લોકો શરીરમાં ગ્લૂકોઝનું સ્તર સામાન્ય રહે છે. ત્વચા સંબંધી બીમારીઓ, સ્નાયુઓમાં દુખાવો, લોહીની ઉણપ, બ્લડ પ્રેશર, તાવ અને શારીરિક દુર્બળતા જેવી બીમારીઓ માટે જીરૂ રામબાણ ઇલાજ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..