વર્ષ 2010માં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ નર્સિંગ સ્ટડીઝમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, અનિદ્રા (સ્લીપ ડિસઓર્ડર)થી પીડિત દર્દીઓની સ્થિતિ માત્ર પાંચ અઠવાડિયાંની એક્યુપ્રેશર સારવાર પછી સુધરતી જોવા મળી હતી. આ રિસર્ચ 25 દર્દીઓ પર કરવામાં આવ્યું હતું. આવું જ એક બીજું રિસર્ચ વર્ષ 2011માં થયું હતું. મેનોપોઝ જનર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, મેનોપોઝ પછીની સ્થિતિવાળી 45 મહિલાઓમાં જેને ઊંઘ ન આવવાની ફરિયાદ હતી, તેમને એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ આપ્યા બાદ ઊંઘમાં સુધારો જોવા મળ્યો.
1. સ્પિરિટ ગેટ
આ રીતે પ્રેશર આપો
આ પોઇન્ટ હાથની નાની આંગળીની લાઇનમાં કાંડાની વિરુદ્ધ બાજુ હોય છે.
નાના બોલની કલ્પના કરતા તે જગ્યા પર હળવા હાથે ઉપરથી નીચે સુધી અથવા ગોળાકાર દબાણ નાખો.
બે થી ત્રણ મિનિટ સુધી આ કરો. થોડી સેકંડ માટે આ પોઇન્ટ દબાવીને રાખો.
હવે બીજા હાથમાં પણ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.
2. થ્રી યીન ઇન્ટરસેક્શન
આ રીતે પ્રેશર આપો
થ્રી યીન ઇન્ટરસેક્શન પોઇન્ટ પગમાં અંદરની બાજુ એન્કલની થોડી ઉપર આવેલો હોય છે.
એન્કલથી ચાર આંગળી ઉપર એક મોટું વર્તુળ બનાવો.
હવે તેના પર થોડું પ્રેશર નાખો. 4 થી 5 સેકંડ માટે તેને ઉપરથી નીચે સુધી ગોળાકાર રૂપે દબાવો.
સગર્ભા સ્ત્રીઓએ આ પોઇન્ટ ન દબાવવો.
3. બબ્લિંગ સ્પ્રિંગ
આ રીતે પ્રેશર આપો
આ પોઇન્ટ પગનાં તળિયામાં હોય છે. પગના અંગુઠાને અંદર તરફ વાળવાથી તળિયામાં બનતા ખાડાના આકાર પાસે આ પોઇન્ટ આવેલો હોય છે.
તમારી પીઠના આધારે સૂઈ જાઓ. ઘૂંટણ વાળી દો.
અંગૂઠો અને આંગળીઓ વાળો.
હવે ખાડાવાળી જગ્યાએ થોડી મિનિટો માટે ગોળાકાર અથવા ઉપર-નીચેની બાજુ દબાણ લાવો.
4. ઇનર ફ્રંટિયર ગેટ
આ રીતે પ્રેશર આપો
આ પોઇન્ટ કાંડાની નજીક અંદરની બાજુ બંને મુખ્ય રેખાઓની વચ્ચે હોય છે.
હાથને સીધા કરો, જેમાં હથેળી ઉપરની બાજુએ હોવી જોઇએ.
કાંડા નીચે ત્રણ આંગળીઓની આસપાસ બે નસ વચ્ચેનો પોઇન્ટ સેટ કરો.
હવે આ પોઇન્ટ પર ગોળાકાર અથવા ઉપર અને નીચેની તરફ પ્રેશર આપો.
5. વિંડપૂલ
આ રીતે પ્રેશર આપો
વિંડપૂલ પોઇન્ટ્સ ગળાની પાછળ તેના સ્નાયુનઓને ખોપરી સાથે જોડતા સ્ટ્રક્ચર પર આવેલાં હોય છે.
હાથની આંગળીઓને વાળીને અંગૂઠાને બહાર કાઢી કપ શેપ બનાવી લો.
હવે અંગૂઠા દ્વારા ચિહ્નિત કરેલા પોઇન્ટ્સ પર ગોળાકાર અથવા ઉપરથી-નીચેની તરફ 4થી 5 સેકંડ માટે દબાવો. તેનાથી સારી ઊંઘ મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..