રાજકોટમાં વાહન ચેકિંગ દરમિયાન ઘર્ષણ થયું છે. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં મહિલાઓએ પોલીસકર્મીનું ID માગતા મામલો બીચક્યો હતો. જેમાં પોલીસકર્મીએ મહિલાની કાર ટો કરાવી હતી.
કાર ટો થતા મહિલાઓ રસ્તા વચ્ચે રડી પડી
તાજેતરમાં રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી પાસેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વાહન ચેકીંગની કામગીરી દરમિયાન ઘર્ષણ થયુ હોય તેમ જણાય છે. તેમાં અમદાવાદની ચાર મહિલાઓ અને પોલીસ કર્મી વચ્ચે ઘર્ષણ થયુ છે. જેમાં ચેકીંગની કામગીરી કરતા પોલીસ કર્મીનું મહિલાઓ દ્વારા આઇકાર્ડ માંગવામાં આવતા મામલો બિચકાયો હતો. તેમાં જરૂરી કાગળિયાના અભાવનું કારણ બતાવી પોલીસ કર્મીએ મહિલાની કાર ટો કરાવી હતી. જેમાં કાર ટો થતા મહિલાઓ રસ્તા વચ્ચે રડી પડી હતી. જેમાં સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે
આ સમગ્ર બનાવ અંગે રાજકોટ શહેર ડીસીપી ઝોન 1 – પ્રવીણકુમાર મીણાએ મીડિયાને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસના વાઇરલ વીડિયો મામલે તપાસ કરવામાં આવશે અને આ સમગ્ર મામલે પોલીસ કોન્સ્ટેબલ સામે ઈન્કવાયરી બેસાડવામાં આવશે. જો કોન્સ્ટેબલનો વાંક હશે તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. જે પોલીસ ટ્રાફિક નિયમનું પાલન નહિ કરે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાર ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરી
ઉલ્લેખનિય છે કે રાજકોટ આવીને અમદાવાદની ચાર મહિલા પરત જતી હતી. એ સમયે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે પહોંચતાં ત્યાં ટ્રાફિક-પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવિંગ લાઇસન્સ વગેરે દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. જેની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ, જેનું નામ હસમુખ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી તેનું આઈકાર્ડ માગતાં જ હસમુખ રાઠોડનો ઇગો ઘવાયો હતો અને તેણે કાર ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેને કારણે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતુ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..