ધારાસભ્યો અને મંત્રીઓને મફતમાં વીજળી મળે છે, તો પ્રજાને ફ્રીમાં દેવામાં શું તકલીફ છે? કેજરીવાલનો સવાલ

દિલ્હીના મુખ્યમંત્રી ફરી એકવખત વીજળી મુદ્દે આપેલા નિવેદનને લઈને ચર્ચામાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફતનું રાજકરણ કરવાના મુદ્દે કહ્યું કે, આ સારી રાજનીતિ છે બધાયે કરવી જોઈએ. એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વીજળીને લઈને ફરી એક વખત ચર્ચા થઈ રહી છે. જ્યારે એન્કરે સવાલ કર્યો કે, ચૂંટણી જીતવાનું મોડલ ફ્રી વીજળી અને ફ્રી પાણી છે. તમે ઈન્ડિયન રેવન્યુ સર્વિસમાં પણ હતા. ટેક્સની જરૂરિયાતને પણ સમજો છો, ચૂંટણી ટાણે મફત આપવાની આદત પક્ષને પડી ગઈ છે. શું આ સારી રાજનીતિ છે.

આને જવાબ આપતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હા આ ખૂબ સારી રાજનીતિ છે. દરેકે કરવી જોઈએ. હું આપને જણાવું કે આવું શા માટે? આ મુદ્દાના આર્થિક અને રાજકીય દ્રષ્ટિકોણ સમજાવું છું. સૌથી બેઝિક વાત એ છે કે, આ તમામ ધારાસભ્યો અને મંત્રીઓને મફતમાં વીજળી મળે છે. આ તમામ જ્યારે પણ મફતમાં વીજળી મળે છે તો આ મફત છે એવું ન કહી શકાય. આ તમામને મહિનાના ચાર ચાર હજાર વીજ યુનિટ મળે છે. હું પ્રજાને 200 યુનિટ સુધીની વીજળી મફત આપું છું. તો આ બધાને શા માટે તકલીફ પડે છે. જો મંત્રીને મળનારી મફત સુવિધા હું પ્રજાને આપવા માગું છું તો આ લોકોને શું ખૂંચે છે? આ મંત્રી, સાંસદ અને ધારાસભ્યોને તો ઈલાજનો ખર્ચો પણ નથી. એ પણ મફત છે. એમના પરિવારમાંથી કોઈ બીમાર થઈ જાય તો સારવાર મફત છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મેં દિલ્હીના લોકોને માટે સારવાર મફત કરી દીધી તો આ લોકોને મુશ્કેલી થઈ? આ સાંસદ-મંત્રીઓને જે વસ્તુ મફત મળે છે એ બધું હું પ્રજાને મફત આપવા માગું છું. એન્કરે કહ્યું કે, પેટ્રોલ ડીઝલ પણ આપી દો મફત. મંત્રીઓને એ પણ મફત હોય છે. ત્યારે કેજરીવાલે કહ્યું કે, એ પણ કરીશું. પંજાબમાં આમ આદમી પાર્ટીના ઉદય અંગે પૂછવામાં આવ્યું ત્યારે કેજરીવાલે કહ્યું કે, યોગ્ય સમયે આનું પણ એલાન કરીશું. હું કોઈ રાજકારણી નથી. મને રાજનીતિ કરતા પણ નથી આવડતું.

એક સમય એવો પણ હતો જ્યારે બઘુ મફતમાં આપી દેવાતું. પણ આ પાછળનું ફંડ ક્યાંથી આવતું? સરકાર લોન લેતી હતી. લોન લઈને મફત બધુ અપાતું હતું. પણ મારી દ્રષ્ટિએ આ કોઈ સારૂ અર્થશાસ્ત્ર નથી. આખા દેશમાં દિલ્હી સરકાર એક માત્ર એવી સરકાર છે જે કોઈ ખોટ કરતી નથી. CAGનો 2019નો રીપોર્ટ છે. એમાં લખ્યું છે કે, અમારી સરકાર બન્યા પહેલા દિલ્હી સરકારી ખોટમાં ચાલતી હતી. અમારી સરકાર બની ત્યારથી અત્યાર સુધી દેશમાં એકમાત્ર સરકાર છે જે ફાયદામાં ચાલી રહી છે. હું કોઈ નવો કરવેરો નથી નાંખતો, ફાયદામાં સરકાર ચલાવું છું. મેં કોઈ લોન લીધી નથી. ભ્રષ્ટાચાર ખતમ કરીને ફંડ બચાવીને લોકોને સુવિધા આપી તો આમાં ખોટું શું કર્યું?ફ્લાઈ ઓવરના બજેટમાંથી વધેલા પૈસાથી મેં પ્રજા માટે ઈલાજ ફ્રી કર્યો તો આમાં શું વાંધો છે? મેં સાંભળ્યું છે કે, એક મુખ્યમંત્રી છે જેણે પોતાના માટે એક પ્લેન ખરીદ્યુ છે. જેની કિંમત આશરે રૂ.190 કરોડ છે. મેં કોઈ પ્લેન નથી લીધું. પણ દિલ્હીની મા દીકરીઓ માટે સિટી બસમાં પરિવહન ફ્રી કરી દીધું છે. આ માટે રૂ.150 કરોડનો ખર્ચો કર્યો. હવે કહો આમાં શું ખોટું છે?અમે ગુડ પોલિટિક્સ અને ગુડ ઈકોનોમિક્સ કરીએ છીએ.

એન્કરે પૂછ્યું કે, તમારી પાસે એવો ક્યો જાદુ છે જેમાં તમે આટલું બધુ ફ્રીમાં આપો છો તેમ છતાં સરકાર ફાયદામાં છે? કેજરીવાલે કહ્યું ઈમાનદારી. હું નાનો માણસ છું, અનુભવ પણ નાનો છે. પણ છેલ્લા પાંચ વર્ષથી સરકાર ચલાવું છું તો એટલું કહી શકું છું કે, કોઈ સરકાર પાસે પૈસાની કમી નથી. કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે પૈસાની કોઈ અછત નથી. નિયતની કમી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો