મધ્યમ વયમાં પેટનો આકાર બદલાઈ જવો એ પુરુષોમાં સૌથી કોમન પરિવર્તન છે. આસપાસ નજર ફેરવીને જોશો તો પેટ બહાર આવી ગયું હોય એવા પુરુષોની સંખ્યા વધુ જોવા મળશે.
પુરુષો પેટનો ઘેરાવો ઘટાડવા નથી માગતા એવું તો નથી, પરંતુ તેઓ પોતાના પ્રયાસોમાં જલદી સફળ નથી થતા એ હકીકત છે. ફાંદ વધવી એ મેદસ્વિતાની પહેલી નિશાની છે. પુરુષોની ખાસિયત એ કે જેમ જેમ લાઇફ સેટ થતી જાય છે તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થતા જાય છે.
પુરુષોની ફાંદ વધવાનું મુખ્ય કારણ એ છે કે તબીબી વિજ્ઞાન પ્રમાણે સ્ત્રીની હિપ્સમાં અને પુરુષોના પેટ પાસે ફૅટ્સ ડિપોઝિટ થાય છે. પુરુષોની ફાંદ વધવાનું કારણ આ એરિયામાં ફૅટ્સનું ડિપોઝિશન છે. પુરુષો ડાયટ અને કસરતને ફૉલો કરતા નથી અને તેમની લાઇફસ્ટાઇલ પણ આરામદાયક હોય છે. પરિણામે પેટનો ઘેરાવો ઓછો થતાં ખૂબ સમય લાગે છે. પેટની ચરબી વધતાં તેઓ શુગર, બ્લડ-પ્રેશર, કોલેસ્ટરોલ અને હાડકાં સાથે સંકળાયેલી બીમારીમાં જલદી સપડાય છે.
પિત્ઝા, પાસ્તા, વડાંપાંઉ, પાંઉભાજી જેવા જન્ક ફૂડ અને એમાં મોટા પ્રમાણમાં ચીઝ-બટરની લિજ્જ્ત માણવી આપણો શોખ બની ગયો છે. ફાંદ વધવાનાં કારણોમાં એને ટોપ પર મૂકી શકાય. પેટનો ઘેરાવો વધવાનું મુખ્ય કારણ ક્રેવિંગ, રોન્ગ ટાઇમિંગ અને ફૂડની ક્વોન્ટિટી છે. પેટનો ઘેરાવો ઘટાડવા ખાવાનો સમય અને એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એ નક્કી કરો. અઠવાડિયામાં ત્રણ વાર જન્ક ફૂડ ખાતા હો તો એક વાર ખાઓ. આખો પિત્ઝા ખાવાની જગ્યાએ બે સ્લાઇસ ખાઓ. રાતના વહેલા જમી લો. જમ્યા પછી ભૂખ લાગે તો મસાલા દૂધ પી શકાય. દાળ-ભાત, શાક-રોટલી જેવી રોજબરોજની રસોઈમાં કાર્બ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
ફાંદ કે ઓવરઓલ વેઇટલોસની વાત આવે ત્યારે કાર્બ્સ ઓછું અને પ્રોટીન તેમ જ ફાઇબર વધુ મળે એવો આહાર લેવો જોઈએ. રોટલી અને ભાત બન્નેમાં કાર્બ્સ છે તેથી એક આઇટમ ખાઓ અથવા બન્નેનું પ્રમાણ ઘટાડી નાખો. કમ્પ્લિટ મિલ ઉપરાંત સવારના બ્રેકફાસ્ટમાં ઉપમા, પૌંઆ, બાફેલાં ઢોકળાં લઈ શકાય. સાંજના સમયે સેન્ડવિચ મગાવવા કરતાં સૂકી ભેળ બેસ્ટ ઓપ્શન છે. સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ નાખીને પીવું જોઈએ. ડે ટુ ડે લાઇફમાં ફૂડ પેટર્નમાં ચેન્જિસ લાવી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.
આપણે મેંદો, ખાંડ અને મીઠું આ ત્રણ વસ્તુની બનાવટના નાસ્તા તરફ વળ્યા છીએ. છાશ પીવાથી પેટનો ઘેરાવો કન્ટ્રોલમાં રાખી શકાય છે તો બજારમાં મળતાં તૈયાર જ્યૂસ પીવાની જરૂર નથી. લેબલ વાંચશો તો ખબર પડશે કે એમાં એડેડ શુગર લખેલું હોય છે. ફાંદ ઘટાડવી હોય તો સૌથી પહેલાં રેડી ટુ ઈટ ફૂડને સાઇડ પર મૂકી દો. આવા નાસ્તા ઇમર્જન્સી ફૂડ કહેવાય. ફૂડ હેબિટમાં પરિવર્તન લાવવાની સાથે એક્સરસાઇઝ જરૂરી છે. ફિઝિકલ એક્ટિવિટી વગર બોડીને શેપમાં લાવવું પોસિબલ નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..