ચહેરાને ઠંડક પહોંચાડવી હોય કે સ્કિન પોર્સને ટાઇટ કરવા હોય તો આઇસ ક્યૂબથી ફેસ મસાજ કરવું હમેશા એક સસ્તો ઉપાય રહ્યો છે. કેટલાક લોકો ગુલાબજળ કે કાકડીનો રસ ઉમેરીને આઇસ ક્યૂબ તૈયાર કરે છે. પરંતુ આજે અમે તમને હળદરથી બનેલા આઇસ ક્યૂબ અંગે જણાવીશું.
હળદર તમારી ત્વચા માટે કેટલી ફાયદાકારક છે. તો તમે દરેક લોકો જાણો છો કો તેને જો આઇસ ક્યૂબ તરીકે તમારા ચહેરા પર મસાજ કરવામાં આવે તો ચહેરો વધારે સ્વચ્છ અને બેડાઘ લાગે છે. આવો જાણીએ તેને ઘરે કેવી રીતે બનાવવામાં આવે અને તેનાથી થતા ફાયદાઓ…
સામગ્રી
- 1/2 કપ – પાણી
- 1/2 કપ – દૂધ
- 1 ચમચી – મધ
- 1 ચપટી – હળદર
આઇસ ક્યૂબ કેવી રીતે બનાવવા
– હળદરના ક્યૂબ બનાવવા માટે એક બાઉલમાં પાણી, દૂધ, મધ અને હળદર મિક્સ કરી લો.
– જ્યારે દરેક વસ્તુઓ બરાબર મિક્સ થઇ જાય ત્યારે તેને બરફની ટ્રેમાં ઉમેરી લો.
– આઇસ ક્યૂબ જ્યારે બરાબર જામી જાય ત્યારે તેને તમારી જરૂરિયાત અનુસાર નીકાળીને ચહેરા પર લગાવો.
ચહેરા પર આઇસ રગડવાથી સ્કિનની અંદર બ્લડ સર્કુલેશન વધે છે. આવું થવા પર ચહેરામાં ચમકમાં વધારો થાય છે અને ત્વચાની ચમક વધે છે. બરફનો ટૂકડો રક્તવાહિકાઓને સંકોચે છે. જે બાદ શરીરથી ચહેરા પર વધારે લોહીનું પરિભ્રમણ થવાનું શરૂ થાય છે. એટલું જ નહીં. તમારા સ્કિન પોર્સ પણ નાના થઇ જાય છે.
આપણી ત્વચા માટે હળદર ખૂબ ગુણકારી હોય છે. જેથી તેનો ઉપયોગ કોસ્મેટિક ઉત્પાદનોમાં ખૂબ કરવામાં આવે છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે. તે સીબમના ઉત્પાદનને ઘટાડે છે અને ખીલને રોકવામાં મદદ કરે છે. એટલું જ નહીં હળદરથી ચહેરામાં ચમક આવે છે બે ચપટી હળદરને કાચા દૂધની સાથે ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર અને ડાઘ ઓછા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..