પાકને ભારતનો જડબાતોડ જવાબ, વાયુસેનાએ તોડી પાડ્યું પાકિસ્તાનનું F-16 ફાઇટર પ્લેન

પાકિસ્તાનના બાલાકોટમાં એરફોર્સના હુમલા બાદ ભારતીય સેના હાઇ એલર્ટ પર છે. બુધવારે રાતે જમ્મુ-કાશ્મીર સીમા પર પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતે જવાબી ફાયરિંગમાં પાકની 5 ચોકીઓ તોડી પાડી છે. આ વચ્ચે પંજાબ પાસેની પશ્વિમી સીમા પર હલચલ તેજ છે. સિયાલકોટમાં પાકિસ્તાન સેનાના ટેન્કોના મૂવમેન્ટની ખબરો છે.

  • યુદ્ધ જેવી પરિસ્થિતિ: IAFનાં તમામ ફાઈટર પાયલટ્સને તૈયાર રહેવાનું એલર્ટ, ભારતે PAKનાં F-16 જેટને ફુંકી માર્યું

પાકિસ્તાનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સીમા પાર કરીને આવેલા પાકિસ્તાનનું લડાકુ વિમાન F16ને તોડી પાડ્યું છે.

પાકિસ્તાનનું આ વિમાન ભારતીય વાયુસીમામાં ઘુસી આવ્યું હતું. જેના પગલે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના આ ફાઇટર પ્લેનને તોડી પાડ્યું છે.

પાકિસ્તાની મીડિયાનો શું દાવો છે.

પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝનો દાવો છે કે પાકિસ્તાનના ભારતીય બે વિમાનોને નિશાનો બનાવવામાં આવ્યો છે. ભારતમાં જે વિમાન ક્રેશ થયું તે પાકિસ્તાને પોતાના ઓપરેશનની રીતે રજૂ કર્યું છે. પાકિસ્તાનની મીડિયાનો દાવો છે કે જે ભારતીય વિમાન ક્રેશ થયું છે તે પાકિસ્તાને નિશાનો બનાવ્યો.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુસેનાએ ભારતચના બે વિમાનોને નિશાન બનાવ્યા છે. જેમાં એક વિમાનને ક્રેશ કરવામાં આવ્યું છે. જ્યારે ભારતના એક પાયલેટને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે.

પાકિસ્તાની વિમાનને ભારતીય વાયુસીમામા ઉલ્લંગન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં સેક્ટરમાં વિમાન ઘુસ્યું હતું અને તેણે ભારત પર બોમ્બ ફેક્યા હતા. પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા વિમાન પાછા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જતા રહ્યા. આ વિમાન F16 હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિમાન આવ્યા બાદ વાયુસેના હવે હાઈ એલર્ટ પર છે. જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમયે એક મોટી ખબર આવી રહી છે મોટી જમ્મુ અને કાશ્મીરમાંથી, જ્યાં વાયુ સેનાના ફાઇટર હેલીકોપ્ટરના તૂટી જવાનાં સમાચાર છે. અહેવાલો અનુસાર, ટેકનિકલ તકલીફોને લીધે હેલીકોપ્ટર ક્રેશ થયું છે. વધુ માહિતી હજી સામે આવી નથી.

ભારતીય વાયુસેનાના તમામ પાયલોટ એલર્ટ પર, ફક્ત બે મિનિટમાં ઉડાન ભરવા તૈયાર રહેવાના આદેશ

ભારતીય વાયુસેનાના તમામ પાયલોટ એલર્ટ પર રહેવા સુચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફક્ત બે મિનિટમાં ઉડાન ભરવા થાવ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.

તો બીજી તરફ પાકિસ્તાને તમામ પ્રકારની ઉડાનો બંધ કરી દીધી છે. આ પહેલા કેટલાય એરપોર્ટ પર હાઈ એલર્ટો જાહેર કરવામાં આવ્યાં હતા. અને મોટી ખબર સામે આવી રહી છે કે પાકિસ્તાને બધી જ ફ્લાઈટો રદ કરી દીધી છે.

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો