રાજકોટના કોઠારિયા રોડ પ૨ ૨હેતા સંદિપ વિઠ્ઠલભાઈ વાઘેલા (ઉં.વ.24)એ રાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. એકના એક પુત્રના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાને આપઘાત કરતા પહેલા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની સ્યુસાઇડ નોટ પોસ્ટ કરી હતી. જેમાં પોતાની પૂર્વ પત્નીના વિરહમાં આપઘાત કર્યાનું બહાર આવ્યું છે. તેણે સ્યસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘મેં તને કહ્યું જ હતું કે તારો સાથ હશે ત્યાં સુધી જ મારુ જીવન છે, આવતા જન્મમાં ફરી તારી સાથે લગ્ન કરીશ’. સંદિપના 10 દિવસ પહેલા જ તેની પત્ની પાયલ સાથે છૂટાછેડા થયા હતા. જેના કા૨ણે તેણે આપઘાત ર્ક્યાંનું કા૨ણ સ્યુસાઈડ નોટમાં દર્શાવાયું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજકોટ શહેરના સ્વાતિ રોડ ઉપ૨ સ્વાતિ હાઈટ બિલ્ડિંગ ખાતેની દુકાન ધરાવતા સંદીપ વાઘેલા ગતરાત્રિના 2થી 3 વાગ્યા આસપાસ તે પોતાની દુકાને પહોંચ્યો હતો અને ત્યાંથી સોશિયલ મીડિયાના જુદા-જુદા પ્લેટફોર્મ ઉપ૨ સ્યુસાઈડ નોટ પોસ્ટ કરી દુકાનના પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ત૨ફ સોશિયલ મીડિયા પ૨ કોઈ મિત્રએ તેની પોસ્ટ વાંચી લેતા અન્ય મિત્રોને જાણ કરી હતી અને તુરંત કોઠારિયા રોડ પર આવેલી ન્યુ ગણેશ સોસાયટીમાં તેના ઘરે પહોંચ્યા હતા. અહીં સંદિપના માતા હાજ૨ હતા. પરંતુ તે ઘરે ન હોવાથી મિત્રોએ તેની દુકાને તપાસ ક૨તા રાત્રિના સમયે દુકાન ખુલ્લી હોય અંદ૨ જોતા સંદીપ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો.
સંદીપ માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો
આથી આજીડેમ પોલીસને જાણ કરી હતી અને સંદિપને નીચે ઉતારી 108ને જાણ કરવામાં આવી હતી. જોકે, તબીબે તેને તપાસી મૃત જાહે૨ ર્ક્યો હતો. બાદમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, મૃતકે લવ મેરેજ ર્ક્યા હતા તે પરિવારનો એકમાત્ર સંતાન હોય પુત્રના મોતથી પરિવા૨માં શોકનો માહોલ છવાય ગયો છે.
સંદીપે સોશિયલ મીડિયામાં લખેલી સ્યુસાઇડ નોટ અક્ષરશઃ વાંચો
સંદીપે સોશિયલ મીડિયામાં લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘જય માતાજી હું સંદીપ વાઘેલા, હું હોશમાં લખું છું કે મારા જીવનમાં હવે મને રસ રહ્યો નથી. જેથી મારું જીવન ટૂંકાવી રહ્યો છું, મારા મરવાનું કરણ મારી પત્ની પાયલ સાથે છૂટાછેડા કર્યા તે જ. આ મારા જીવનનો અંતિમ નિર્ણય હતો, હું મારી પાયલને જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો અને કરતો રહીશ અને હું હવે એના વગર જીવી પણ શકું એવું મને ન લાગતાં આ પગલું ભરી રહ્યો છું. પાયલ હું આ જીવનમાં તો લાઈફટાઈમ સાથે ન રહી શક્યો પણ આવતા જન્મમાં પણ તારા સાથે જ લગ્ન કરાવે તેવી ભગવાનને પ્રાર્થના. મારા અને હું જાણું છું કે પરિવારમાં હવે મારા મુત્યુ પછી મારા મમ્મી એકલા થઈ જશે. હું એ પણ જાણું છું કે એના માટે પણ જિંદગીની આ સૌથી ખરાબ સફર રહેશે પણ મારે આ પગલું ભરવું જોઈએ.
છૂટાછેડા થયા પછી જીવનમાંથી રસ ઉડી ગયો
મારા અને પાયલના છૂટાછેડા થયા પછી જીવનમાંથી રસ ઉડી ગયો છે. મેં એને મારા જીવનની સૌથી નજીક રાખી હતી અને સોરી પાયલ કે આપણે જે આપણા થનાર બાળકોના નામ અયાન અને દિપયાનનું સપનું ન પુરું કરી શક્યો. મારામાં જ ક્યાંક ખામી રહી ગઈ હશે કે તારે બીજા સાથે વાતો કરવા જવું પડ્યું હશે. મને આ જન્મમાં એક દુઃખ હંમેશને માટે રહેશે કે મેં તને આજીવન સાથ ન આપ્યો. મારા જીવનમાં ખુશીની પળ એ હતી કે તારી સાથે લગ્ન કર્યા અને મારા જીવનની સૌથી દુઃખદ ઘડી એ હતી કે આપણે બંને છૂટા પડ્યા. પણ મેં તને સાચો અને દિલથી પ્રેમ કર્યો હતો અને કરતો રહીશ અને જીવનમાં કોઈ દિવસ કોઈને હું નડ્યો નથી અને મારા મુત્યુ પછી કોઈને નડીશ પણ નહીં.
હું વાત કરત તો મારા પરિવાર જેવા મિત્રો મને મરવા પણ ના દેત
મારા પરિવાર જેવા મિત્રો મને મરવા પણ ના દે જો આ વાત કરૂ તો, સોરી મારા મિત્રો કેમ કે, મેં ભૂલ કરી લગ્ન કરીને. એ પણ મારી ભૂલ જ હતી પણ જે દિવસથી મેં છૂટુ કર્યું ત્યારથી મને જીવનમાથી રસ ઉડી ગયો હતો પણ મને મારૂં જે સત્ય સ્વીકારવું અઘરૂં હતું એ મને સ્વીકાર્ય નહોતું. જેના કારણે મારા માટે આ રસ્તો અપનાવવો પડ્યો અને હવે હું છૂટુ કર્યું, મારા પપ્પા અને બહેન સોનલ પાસે પણ ન રહ્યો, સોરી મારા મમ્મી સોરી મારા પરિવારજનો તથા મારા હર હંમેશ માટે સુખ હોય કે દુ:ખ તેમાં સાથ આપતા એવા મારા મિત્રો હાર્દિક ભાઈ, ધર્મેશભાઈ, કાનો.
ભગવાન હંમેશના માટે તમારા પર કૃપા વરસાવતા રહે તેવી પ્રાર્થના
નીકુંજભાઈ, રોનક ભાઈ તેમજ ભાઈથી પણ વિશેષ ઘણા મિત્રો છે. નામ લખવા બેસું તો 2-3 કલાક થઈ જાય, બધાની માફી માગી રહ્યો છું કે હવે તમારો ભાઈ તમારાથી દૂર જઈ રહ્યો છે, પણ હંમેશની માટે તમારા હરેક સુખ દુઃખમાં હું નહીં રહુ પણ મારી આત્મા ભગવાન હંમેશના માટે તમારા પર કૃપા વરસાવતા રહે તેવી ભગવાનને પ્રાર્થના અને મારી પાયલ માટે એક મારો ભાવ લખું છું, હું તો તને મારા મનથી મારી દુનિયા સમજતો હતો પણ તે તારી દુનિયા જોવામાં મારી દુનિયા તને ના દેખાડી શક્યો.
પાયલના મમ્મી-પપ્પાને પણ બે શબ્દ કહેવા માગું છું કે અને માફી માગું છું
પાયલના મમ્મી-પપ્પાને પણ બે શબ્દ કહેવા માગું છું અને માફી માગું છું કે મારી ભૂલ પાયલ સાથે મેં લગ્ન કર્યાં અને તમારે પણ સમાજમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હશે. હું જાણું છું પણ પાયલેને જલ્દી લગ્ન કરવા માટે મને બહુ જ ફોર્સ કર્યો તો એનું કારણ ઘરમાં એને ફ્રિડમ નહોતું મળી રહ્યું. જેના કારણે પાયલે મારી સાથે લવમેરેજ કરવા પડ્યા. તમને મારા માતા-પિતાની જ જગ્યાએ સમજ્યા છે અને ખરેખર હું ખુશ છું કે મને તમારા જેવા સાસુ-સસરા મળ્યા કે 2 વર્ષની અંદર કોઈ દિવસ મને કંઇ કહ્યું નથી અને હંમેશા ખુશ રહો એ જ કહેતા અને તમે એ જ કહેતા કે તમે બંન્ને ખુશ રહેજો
મારા મૃત્યુ પાછળ કોઈનો હાથ કે કોઈની ધમકી નથી
પાયલ મેં તને કહ્યું હતું કે, તારો સાથ હશે ત્યાં સુધી જ મારુ જીવન છે અને કદાચ આ વાતથી એમ લાગશે કે તો છૂટાછેડા પછી આટલા દિવસ કેમ રહ્યો તો જણાવું કે આટલા દિવસ તો હું આ સત્યને સ્વીકારી નહોતો શક્યો પણ હવે સ્વીકારી લીધું છે. પણ મરતાં પહેલાં એક વાત કરતો જાવ છું કે, મારા મૃત્યુ પાછળ કોઈનો હાથ કે કોઈની ધમકી નથી. હું જે પણ પગલું ભરી રહ્યો છું તે મારી મરજીથી ભરી રહ્યો છું. જય માતાજી માફ કરજો મને મારો અને તમારો સાથ અહીં સુધી જ લખ્યો હશે ભગવાનની ઈચ્છા..’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..