કાર બનાવતી કંપની હ્યુન્ડાઇએ પાકિસ્તાનનું સમર્થન કરતાં ટ્વિટર પર #BoycotHyundai ટ્રેન્ડ કરવા લાગ્યું, જાણો વિગતે..

કાર બનાવતી કંપની હ્યુન્ડાઇ અચાનકથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગઇ. ટ્વીટર પર #BoycotHyundai ટ્રેન્ડ કરવા લાગ્યું. વાત એમ છે કે આ બધું સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાઇ રહેલ એ માહિતીઓની અસર હતી જેમાં દાવો કરાઇ રહ્યો હતો કે હ્યુન્ડાઇ પાકિસ્તાનનું સમર્થન કરી રહી છે અને ભારતનો વિરોધ. તેની શરૂઆત Hyundai Pakistanના ટ્વિટર હેન્ડલ પર કરાયેલી એક પોસ્ટથી થઇ. જેમાં લખ્યું હતું કે ચાલો યાદ કરીએ કાશ્મીરી ભાઇઓના બલિદાનને અને તેમનું સમર્થન કરીએ જેથી કરીને તેઓ આઝાદી માટે સંઘર્ષ કરતા રહે. તેની સાથે જ #HyundaiPakistan અને #KashmirSolidarityDay હેશટેગ પણ થતું હતું.

સોશિયલ મીડિયા પર લોકો કંપનીને ખપરું-ખોટું કહેવા લાગ્યા. લોકો કહી રહ્યા હતા કે હ્યુન્ડાઇએ દુનિયાના સૌથી મોટા બજારને સમજવામાં ભૂલ કરી દીધી, હવે ભારતીય તેને ઘૂંટણ પર લાવશે. કેટલાંક લોકો તો કંપનીની ગાડીઓ ખરીદવાની નહીં તેવી વાતો પણ કરવા લાગ્યા. આ બધું જોતા હ્યુન્ડાઇ પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટને ડિલીટ કરી દેવાઇ. પરંતુ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીન શોટ વાયરલ થઇ ગયા.

હવે કંપનીએ સત્તાવાર નિવેદન આપ્યું
સોશિયલ મીડિયા પર જ્યારે કંપનીના બહિષ્કારની વાતો થવા લાગી અને ખરું-ખોટું કહેવા લાગ્યા તો કંપનીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક નિવેદન રજૂ કર્યું. કંપનીએ કહ્યું કે હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા છેલ્લાં 25 વર્ષથી પણ વધુ સમયથી ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે અને અમે રાષ્ટ્રવાદનું સમ્માન કરવા માટે મજબૂતીથી ઉભા છીએ. એક અવાંછિત સોશિયલ મીડિયા પોસ્ટમાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાની જે લિંક દેખાડી છે તેનાથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. ભારત હ્યુન્ડાઇ બ્રાન્ડનું બીજું ઘર છે અને અસંવેદનશીલ સંચારના પ્રત્યે અમારી ઝીરો ટોલરેન્સ પૉલિસી છે અને અમે આ પ્રકારના કોઇપણ વિચારની આકરી નિંદા કરીએ છીએ. ભારતના પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાના હિસ્સા તરીકે અમે દેશની સાથો સાથ તેના નાગરિકોની શ્રેષ્ઠતા માટે અમારો પ્રયાસ ચાલુ રાખીશું.

પરંતુ હજુ પણ ગુસ્સામાં ભારતીય

ભલે હ્યુન્ડાઇએ સત્તાવાર નિવેદન આપતા આ પોસ્ટની આકરી નિંદા કરી છે પરંતુ ભારતીય યુઝર્સ સોશિયલ મીડિયા પર એમ કહી રહ્યા છે કે હજુ પણ હ્યુન્ડાઇ એ માફી માંગી નથી. કેટલાંક યુઝર્સ એ તો કંપનીના નિવેદનને નકારી પણ દીધું છે. જેને ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરાયું હતું હજુ એ વાતની પણ પુષ્ટિ થઇ નથી કે કંપનીનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ છે કે નહીં. કંપનીની પાકિસ્તાનની વેબસાઇટ પર પણ ટ્વિટરની કોઇ લિંક મળી રહી નથી.

હ્યુન્ડાઇને કેમ થઇ શકે છે મોટી નુક્સાની?
ભારતમાં મારૂતિ બાદ હ્યુન્ડાઇની કારને સૌથી વધુ પસંદ કરાય છે. તો તાજેતરમાં કંપનીએ પોતાની લક્ઝરી બ્રાન્ડ કિઆને પણ ભારતમાં ઉતારી છે. એવામાં જો હ્યુન્ડાઇની બ્રાન્ડ ઇમેજને જરા પણ ઠેસ પહોંચશે તો ભારતના કાર માર્કેટમાં તે નીચે આવી શકે છે. તેનાથી મારૂતિને તો ફાયદો થશે જ સાથો સાથ બાકીની કાર કંપનીઓ પણ તગડો ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો